બ્રાઝિલના પ્રખ્યાત બોડી બિલ્ડર મેથ્યુસ પાવલકનું હાર્ટ એટેકથી નિધન થયું છે. રવિવારે તે પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેના અકાળે મૃત્યુથી ફિટનેસ જગતને આઘાત લાગ્યો છે, કારણ કે મેથ્યુઝ માત્ર 19 વર્ષનો હતો. તેમનું જીવન પ્રેરણાદાયક હતું, ખાસ કરીને જેઓ શરીર પરિવર્તન અને તંદુરસ્તી માટે સમર્પિત છે તેમના માટે મેથ્યુઝે સ્થૂળતા સામે લડત આપી અને પાંચ વર્ષમાં પોતાની મહેનત અને નિશ્ચય દ્વારા બોડી બિલ્ડર તરીકે વિશ્વભરમાં પોતાનું નામ બનાવ્યું હતું.
બોડી બિલ્ડર મેથ્યુસનું નિધન દુઃખદ ઘટના છે. તેમના મૃત્યુ પાછળના કારણ તરીકે સ્ટેરોઇડ્સના ઉપયોગની સંભાવનાને લઈને હવે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઈ રહી છે. જે તેમના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસરનું કારણ હોઈ શકે છે. લોકો કહે છે કે આ ઘટના એ પણ સૂચવે છે કે કોઈપણ પ્રકારની સપ્લીમેન્ટ્સ અથવા દવાઓના ઉપયોગમાં સાવધાની રાખવી જોઈએ.
મેથ્યુઝે 2019 માં બોડીબિલ્ડિંગ શરૂ કર્યું અને બોડીબિલ્ડિંગ સમુદાયમાં સ્ટાર બની ગયા હતા. ગયા વર્ષે U23 સ્પર્ધા જીત્યા બાદ તેને મિસ્ટર બ્લુમેનાઉ નામ આપવામાં આવ્યું હતું. આ સિવાય તેણે પ્રદેશની અન્ય ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો અને ટોપ 10માં રહ્યાં હતા.
સોશિયલ મીડિયા પર ઘણા નિષ્ણાંતો માને છે કે મેથ્યુસે તેમની તબિયત સુધારવા માટે ઘણી દવાઓ લીધી હતી. જેના કારણે તેમને સ્વાસ્થ્ય સંબંધી તકલીફ થઈ અને તેમને હાર્ટ એટેક આવ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના ગ્રામ્યપંથકમાં નવ કરોડથી વધુના રસ્તાના થયા ખાતમુહૂર્ત
December 23, 2024 02:27 PMજેતપુરના કેમિકલયુકત પાણી સમુદ્રમાં જશે તો દરિયો માછલા વિહોણો બની જશે
December 23, 2024 02:25 PMગુજરાત ખારવા સમાજનો નગારે ઘા, ૨૬ ડિસેમ્બરે ગુજરાત બંધ
December 23, 2024 02:23 PMએ ફિલ્મ શરૂ થતાં સિનેમા હોલ મંદિરો બની જતા, લોકો ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતા
December 23, 2024 02:11 PMભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech