ઉત્તરી મેકિસકોમાં એક પેસેન્જર બસ અને કાર્ગેા ટ્રક વચ્ચેની અથડામણમાં ૧૯ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં ૧૮ લોકો ઘાયલ પણ થયા છે. બસમાં ૩૭ લોકો સવાર હતા. બન્ને વાહનો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બન્ને વાહનો બળીને ખાખ થયી ગયા હતા અને ધાતુ ઓ પીગળી જવા પામી હતી.
રાયના નાગરિક સંરક્ષણ કાર્યાલયના નિર્દેશક રોય નવરેતેએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના મઝાતલાન બંદર શહેર નજીક ઇલોટા ટાઉનશિપમાં થઈ હતી. ઘાયલોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. બસમાં ૩૭ લોકો સવાર હતા.મેકિસકોમાં જીવલેણ માર્ગ અકસ્માતો સામાન્ય છે, જે ઘણી વખત ઝડપ, વાહનની નબળી સ્થિતિ અથવા ડ્રાઇવરની થાકને કારણે થાય છે. દેશના રાજમાર્ગેા પર માલવાહક ટ્રકોના અકસ્માતોમાં પણ વધારો થયો છે. તાજેતરના વર્ષેામાં સૌથી ખરાબ અકસ્માતોમાંના એકમાં, જુલાઇ ૨૦૨૩ માં ઓછામાં ઓછા ૨૯ લોકો માર્યા ગયા હતા યારે એક પેસેન્જર બસ પર્વતીય માર્ગ પરથી લપસીને દક્ષિણ રાય ઓકસાકામાં કોતરમાં પડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech