સરકારી કચેરીઓમાં સેટ અપ મુજબનો પૂરો સ્ટાફ નથી અને ઘણી જગ્યાઓ ખાલી પડી છે. તેવી ફરિયાદ અને બહાના કામ ન કરવું હોય ત્યારે અવારનવાર આપવામાં આવે છે. પરંતુ દર મહિને પાંચ આંકડામાં પગાર મેળવતા ડેપ્યુટી કલેકટરો મામલતદારો પ્રાંત અધિકારીઓ અને અધિક કલેકટરો જેવા ટોચના અધિકારીઓ લાંબા સમયથી કામ વગર ઘરે બેઠા પગાર મેળવતા હોવાનું બહાર આવી રહ્યું છે.
પ્રમોશન અથવા તો ટ્રાન્સફર પછી જે તે અધિકારીને અન્ય અથવા તો મૂળ જગ્યા એ નિમણૂક આપવામાં ભારે વિલબં થતો હોવાથી આવા અધિકારીઓને વેઇટિંગ ઈન પોસ્ટિંગના લીસ્ટમાં રાખી દેવામાં આવે છે. સાત મામલતદારોને ગઈકાલે આવા લિસ્ટમાંથી બહાર કાઢીને પોસ્ટિંગ અપાયા પછી હવે ગેસ કેડરના અધિકારીઓ એટલે કે ડેપ્યુટી કલેકટરો અને પ્રાંત અધિકારીઓને સરકારે કામે લગાડા છે.
ગઈકાલે સરકારે દાહોદ છોટા ઉદેપુર જામનગર પંચમહાલ જુનાગઢ ભાવનગર અને રાજકોટમાં આ મુજબ સાથ મામલતદારોની નિમણૂક કરી છે. ગેસ કેડર ના અધિકારીઓની સંખ્યા ઘણી વધારે છે. પણ ઘણા સમયથી કામ વગર ઘરે બેસીને પગાર મેળવતા ૧૮ ગેસ કેડરના અધિકારીઓને આખરે સરકારે કામ સોપ્યું છે. આ અધિકારીઓમાં મિસ એમ. કે. પરીખને રાય ચૂંટણી પંચના ડેપ્યુટી કમિશનર તરીકેનો ઓર્ડર કરાયો છે. એ.ડી. જોશીને એસ.ટી બોર્ડ નિગમના જનરલ મેનેજરની જવાબદારી સોપવામાં આવી છે. ડી. એ. ઝાલાને જામનગરના નાયબ મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. વી. કે. પટેલને ફડ કંટ્રોલર તરીકે નિમણૂક આપવામાં આવી છે. કે.વી.બાટીને જુનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ના ચીફ એકિઝકયુટિવ ઓફિસર બનાવાયા છે. કુમારી એસ.એચ વર્માને ગુજરાત લાઈવલીહત્પડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડિરેકટર બનાવ્યા છે. એન. આર. પ્રજાપતિને કમિશનરેટ ઓફ માઈનિંગ મા એડિશનલ ડિરેકટર નું પોસ્ટિંગ અપાયું છે.
રાજકોટમાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને છેલ્લા થોડા સમયથી પોસ્ટિંગ ની રાહ જોઈને બેઠેલા કે.જી.ચૌધરીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પેારેશનમાં નાયબ કમિશનર બનાવ્યા છે. વી. આઇ. પ્રજાપતિને એડિશનલ કલેકટર તરીકે રીજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીમાં મૂકયા છે
આવી જ રીતે ડી.એમ દેસાઈ, આર આર ગોહેલ, બી કે દવે, જેપી અસારી, એમ કે જોશી, જે.એમ રાવલ, આર એમ જાલંધરા, કુમારી જે.સી.દલાલ, કુમારી જે.સી.પંડાને અલગ અલગ પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech