રાજકોટ, મોરબી સહિત રાજ્યમાં બે વર્ષમાં 18 ઔદ્યોગિક પાર્ક સ્થપાશે: રાહુલ ગુપ્તા

  • November 24, 2023 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના ઔદ્યોગિક વિકાસને આકાશી ઊંચાઈ આપવા માટે જુલાઈ 2025 સુધીમાં 18 ઔદ્યોગિક પાર્ક શ કરવાની તૈયારીઓ શ કરી છે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના વાઇસ ચેરમેન રાહુલ ગુપ્તાના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતના સ્થળોની પસંદગી કરી લેવામાં આવી છે જેમાં સાણંદ ખાતે 100 એકરમાં સ્પેસ પ્રોડક્ટ પાર્ક મોરબી રાજકોટ ખાતે વિવિધ પાર્કના નિમર્ણિના દરવાજા ખુલી રહ્યા છે.

સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં નવા સ્થપાય રહેલા ઔદ્યોગિક પાર્કમાં મૂડી રોકાણને આકર્ષવાની કામગીરી ચાલી રહી છે પોરબંદર તેમજ વલસાડના દરિયા કિનારે બે સી ફૂડ પાર્ક બની રહ્યા છે રાજકોટમાં ઇમિટેશન જ્વેલરી પાર્ક અને મેડિકલ ડિવાઇસ પાર્ક સ્થપાશે, તેવી જ રીતે જંબુસરમાં બલ્ક ડ્રગપાર્ક ઉભા કરાશે.
મોરબી સહિત સૌરાષ્ટ્રમાં અન્ય સ્થળો સિરામિક પાર્ક ઉત્તર ગુજરાતના અમીરગઢ અને રાજકોટના છાપરામાં ફૂડ પાર્ક તો આદિવાસી જિલ્લ ાઓમાં અલગ અલગ 8 જેટલા પાર્ક બની રહ્યા છે અમદાવાદ પાસેના સાણંદમાં એકસો એકર જમીન સ્પેસ પ્રોડક્ટ માટેનો પાર્ક સ્થાપવામાં આવશે.
આવતા દિવસોમાં સનરાઈઝ સેક્ટર તરીકે સેમિક્ધડક્ટર સ્પેસ પ્રોડક્ટ ઈલેક્ટ્રીક વાહનો બેટરી ગ્રીન હાઈડ્રોજન સાથે ગિફ્ટ સિટી અને ધોલેરા સીટીમાં અનેક પ્રોજેક્ટ આવી રહ્યા છે ગુજરાતમાં મોટી સંખ્યામાં જાપાનીસ કંપ્નીઓનું મૂડી રોકાણ આવી રહ્યું છે જોકે અમેરિકન ઓટો કાર ટેસ્લા અંગે તેમણે કોઈ વાત કહેવાનો ઇનકાર કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application