આશરે ૪૦ વર્ષના લાંબા સમયગાળા બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની ન્યૂઝીલેન્ડ મુલાકાત બંને દેશોના પરસ્પર સંબંધો માટે ઐતિહાસિક સાબિત થઈ છે. ઓકલેન્ડમાં પીએમ મોદી અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ બંને દેશોએ કુલ ૧૮ મોટા કરારો અને જાહેરાતો પર સહમતી વ્યકત કરી છે, જેમાં ૧૦ એમઓયુ અને ૮ મોટી જાહેરાતોનો સમાવેશ થાય છે.
આ ઐતિહાસિક નિર્ણયોને પગલે ભારત અને ન્યૂઝીલેન્ડના સંબંધોને હવે 'સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ'નો દરો મળી ગયો છે. હવે બંને દેશો સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, વેપાર, કૃષિ, શિક્ષણ, રમતગમત અને સંસ્કૃતિ જેવા અનેક ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરશે. વૈશ્વિક નિષ્ણાતો આ વ્યૂહાત્મક ભાગીદારીને ઇન્ડો–પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી જતી દાદાગીરી અને પ્રભાવને સંતુલિત કરવાના એક મજબૂત કદમ તરીકે જોઈ રહ્યા છે.આતંકવાદ અને કુદરતી આપદાઓ સામે લડવા માટે પણ બંને દેશોએ હાથ મિલાવ્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડે આતંકવાદ વિરોધી એક જોઈન્ટ વકિગ ગ્રુપ બનાવવાનું નક્કી કયુ છે, જે અંતર્ગત આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલી માહિતી શેર કરીને સંયુકત વ્યૂહનીતિ બનાવવામાં આવશે.
આ સાથે જ ભૂકંપ, સુનામી જેવી કુદરતી આપદાઓ સામે લડવા માટે આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ટેકનોલોજીની આપ–લે કરાશે. કૃષિ અને ડેરી સેકટરમાં પણ આધુનિક સંશોધનો અને ખેતીની શ્રે પદ્ધતિઓ શેર કરવામાં આવશે, જેના ભાગપે 'કીવીફ્રટ એકશન પ્લાન' શ કરાયો છે. આ પ્લાન હેઠળ ભારતના નાગાલેન્ડ અને ઉત્તરાખંડમાં કીવીના બે 'સેન્ટર ઓફ એકસેલન્સ' બનાવવામાં આવશે, યાં ખેડૂતોને નવી લેન્ડ ટેકનોલોજી અને વિશેષ પ્રશિક્ષણ અપાશે.આર્થિક મોરચે બંને દેશોએ વર્ષ ૨૦૩૦ સુધીમાં પરસ્પર દ્રિપક્ષીય વેપારને ૭ અબજ ન્યૂઝીલેન્ડ ડોલર સુધી પહોંચાડવાનું મહત્ત્વનું લય રાખ્યું છે, જેને ભવિષ્યમાં મુકત વ્યાપાર કરાર તરફનું એક મોટું કદમ માનવામાં આવે છે. આ ઉપરાંત પ્રવાસન, રમતગમત અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે નવા કરારો થયા છે, જેમાં ગુજરાતના લોથલ ખાતે બની રહેલા 'નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેકસ'ના વિકાસમાં ન્યૂઝીલેન્ડ સહયોગ આપશે.
સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષા માટે નવો રોડમેપ
સંરક્ષણ ક્ષેત્રમાં, બંને દેશો લશ્કરી જહાજો દ્રારા સંયુકત કવાયત, તાલીમ અને બંદર મુલાકાતોમાં સતત વધારો કરી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન, બંને પક્ષો દ્રિપક્ષીય સંરક્ષણ ઉધોગ સહયોગ માટે રોડમેપને અંતિમ સ્વપ આપે તેવી અપેક્ષા છે. ભારત અને ન્યુઝીલેન્ડ સંદેશાવ્યવહારના દરિયાઈ માર્ગેાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંરક્ષણ અને સુરક્ષા સહયોગને મહત્વપૂર્ણ માને છે. વધુમાં, બંને દેશો દરિયાઈ સુરક્ષા વધારવા માટે નિયમિત વાતચીતને સમર્થન આપે છે.