જામનગરમાં રાજયમંત્રી બાબુભાઈ લાલની પૂણ્યતિથી નિમીત્તે ર18 રક્તદાતાએ માનવ સેવાના યજ્ઞમાં આહુતી આપી

  • May 16, 2024 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં લોહાણા મહાજનવાડી ખાતે એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાયેલા રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ સાથે રાજકીય અગ્રણીઓ,  સામાજીક શ્રેષ્ઠીઓ, ઉધોગપતિઓ, વેપારી આગેવાનો, પદાધિકારીઓ, કોર્પોરેટરો વિગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા

જામનગરમાં ગુજરાત રાજયના પૂર્વ રાજયમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ની પૂણ્યતિથી નિમીતે રક્તદાન કેમ્પનું આયોજન હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે લોહાણા મહાજનવાડી ખાતે બદિયાણી વિંગમાં કરવામાં આવ્યું હતું.


આ રક્તદાન કેમ્પના પ્રારંભે દીપ પ્રાગ્ટય આયોજક સંસ્થાઓના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ અને ટ્રસ્ટી જીતુભાઈ લાલ સાથે આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, અગ્રગ્ણય ભરતભાઈ સુખપરીયા, જામનગર માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરશનભાઈ ડાંગર, રેડક્રોસ સોાસયટીના જામનગર સેકટરના પ્રમુખ બિપીનભાઈ ઝવેરી અને શહેરના સામાજીક શ્રેષ્ઠીઓ, રાજકીય અગ્રણીઓ અને પદાધિકારીઓ-સહકારી ક્ષ્ોત્રના આગેવાનો વિગેરેની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યુ હતું.


આ રક્તદાન કેમ્પમાં સતત ત્રણ કલાક સુધી રક્તદાતાઓ ઉત્સાહભેર માનવ સેવાના યજ્ઞમાં આહુતી આપવા માટે આવ્યા હતાં અને સરવાળે ર18 બોટલ રક્ત એકત્ર થયુ હતું. આ રક્તદાન યજ્ઞમાં શહેર અને જીલ્લાના રાજક્યિ અગ્રણીઓ-પદાધિકારીઓ, સામાજીક શ્રેષ્ઠીઓ, વેપાર-ઉધોગ ક્ષ્ોત્રના આગેવાનો, સહકારી આગેવાનો, કોર્પોરેટરો, વિવિધ જ્ઞાતિ-સમાજના આગેવાનો તથા પ્રિન્ટ મીડીયા તથા ઈલેકટ્રોનીક મીડીયાના પ્રતિનિધિઓ અને ટ્રસ્ટના શુભેચ્છકો તથા કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.


આ રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહેલા સૌ કોઈને આયોજક સંસ્થાઓના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ, ટ્રસ્ટીઓ જીતુભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજ લાલે આવકાયર્િ હતા. આ રક્તદાન કેમ્પના સમાપન પછી પણ અનેક રક્તદાતાઓ આવ્યા હતા પરંતુ સમયમયર્દિા હોવાથી સંસ્થા દ્વારા રક્તદાતાઓને સાભાર પરત કરવાની ફરજ પડી હતી.


આ રક્તદાન કેમ્પમાં શહેરની જી.જી. સરકારી હોસ્પિટલની બ્લડ બેંકની ટીમના ડો. દીગીત દાવડ, ડો. સંકેત, કાભાઈ બોદર, રવી નંદા, બ્રિન્દા વાડોદરીયા, પ્રાર્થના વસોયા, જયોતિ ચુડાસમા, દિવ્યરાજસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા અને વિશાલ બારોટે સેવા આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application