જીવદયા પ્રેમએ રાત્રીના કુવાડવા રોડ પર માલિયાસણ બ્રિજ પાસે આઇસર અને ટ્રક અટકાવી તેમાં ક્રુરતાપૂર્વક બાંધેલા ૧૮ પશુ(ભેંસ) ને છોડાવી આ અંગે બંને વાહનચાલક સામે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.એક વાહન ભાણવડના સુપેડી ગામ તરફથી અને બીજુ વાહન લાલપુરના વીજાપુરથી આવતુ હોય અને બંને વાહનોમાં પશુ ભરી સુરત લઇ જવામાં આવી રહ્યા હોવાનું માલુમ પડયું છે.
જાણવા મળતી વિગતો મુજબ શહેરના મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે પુષ્કરધામ એવન્યુમાં રહેતા અને કૃપા ફાઉન્ડેશનમાં સેવા આપનાર જીવદયા પ્રેમી ભાવિનભાઈ ઘનશ્યામભાઈ ધીયાડ(ઉ.વ ૩૩) દ્રારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે આઇસર નંબર જીજે ૧૪ એસી ૮૦૨૫ ના ચાલક અજય ભૂપતભાઈ સોલંકી (રહે. જામજોધપુર)નું નામ આપ્યું છે.
ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને એવી બાતમી મળી હતી કે, આઈસરમાં જામનગરથી પશુ ભરી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યા છે. જેથી તેમની ટીમે રાત્રિના અહીં માલિયાસણ બ્રીજ નજીક ઉભા રહીને આ શંકાસ્પદ આઇસર ને અટકાવી હતી અને પોલીસને પણ જાણ કરી હતી. આઈસરમાંથી ૯ પશુ (ભેંસ) મળી આવી હતી. જેને ક્રુરતાપૂર્વક બાંધી રાખી હોય અને ઘાસચારાની વ્યવસ્થા પણ કરી ન હોય જેથી આ બાબતે ચાલકને પૂછતા તેણે જણાવ્યું હતું કે, તે ભણવાડ તાલુકાના સુપેડી ગામેથી આઇસરમાં પશુ ભરી સુરતના લસકાણા ગામે લઈ જઈ રહ્યો હતો. જેથી આ અંગે જીવદયાપ્રેમીની ફરિયાદ પરથી પોલીસે પશુ પ્રત્યે ધાતકી પણાની કલમ હેઠળ ગુનો નોંધી ૯ પશુ અને ગાડી સહિત ૭.૫૦ લાખ મુદ્દામાલ કબજે કરી જરી કાર્યવાહી કરી હતી.
યારે કૃપ ફાઉન્ડેશનના પ્રમુખ જયેન્દ્રભાઇ અનીલભાઇ ચંદવાણીયા(ઉ.વ ૩૦ રહે. આજીડેમ ચોકડી પાસે રામ પાર્ક સોસાયટી) દ્રારા અન્ય એક ફરિયાદમાં આજ વિસ્તારમાંથી માલિયાસણ બ્રિજ પાસે ટ્રક નંબર જીજે૧૧ ડબલ્યુ ૪૩૬૬ અટકાવતા તેમાંથી પણ ૯ પશુ મળી આવ્યા હોય જે અંગે ટ્રક ચાલક કરસન કેશુભાઈ ગોજીયા ચોખંડાની પૂછતાછ કરતા કહ્યું હતું કે, અમે લાલપુરના વિજયપુરથી આ પશુ ભરી સુરતના વ્યારા તરફ લઈ જઈ રહ્યા હતા. આ ટ્રકમાં પણ પશુને કુરતાપૂર્વક ગોંધી રાખ્યા હોય અને તેમા પશુ માટે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કરી ન હોય જેથી ટ્રક ચાલક સામે જીવદયાપ્રેમીની ફરિયાદ કરતી પોલીસે જરી કાર્યવાહી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech