સપનાના ઉંચા સપના : 17 વર્ષની રાજકોટની દીકરીએ શરુ કરી 'ડોટર્સ ટી'

  • March 31, 2023 05:27 PM 

આજે દરેક છોકરીઓ અલગ અલગ ક્ષેત્રમાં આગળ વધી નામના મેળવી રહી છે. કોઈ છોકરી એન્જીનિયર બને કે કોઈ ડોક્ટર કે કોઈ શિક્ષક.. વાત હોય અવકાશમાં જવાની કે પછી વાત હોય નેવી ઓફિસર બનવાની આજે દરેક ક્ષેત્રમાં દિકરીઓ દિકરાઓ કરતા  આગળ જઈ કામ કરી રહી છે. નાના-મોટા તમામ બિઝનેસમાં પણ દીકરીઓ પોતાનું આગવું સ્થાન મેળવી રહી છે. ત્યારે આજે વાત રાજકોટની 17 વર્ષની દીકરીની...


17 વર્ષની ઉંમરે આ દીકરી ડોટર્સ ટીથી પોતાનું નવું અને નાનકડું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. તે ભણવાની સાથેસાથે ચા વેચીને પોતાના બિઝનેસ ચલાવે છે. આ દીકરીનું નામ છે સપના... 

​​​​​​​ધોરણ 10 પુરૂ કરીને કોમ્પ્યુર સાયન્સમાં એડમિશન લઈ ભણવાની સાથે સાથે ટીનો બિઝનેસ પણ ચાલુ રાખવા માંગે છે. તેનો ઉદેશ ગ્રેજ્યુએશન પુરૂ કરવાનો અને પોતાના બિઝનેસને આગળ લઈ જવાનો છે. બપોર પછી 4થી 8 પોતાનો ટી સ્ટોલ ચલાવે છે અને સવારમાં તે પોતાનો અભ્યાસ કરે છે. આ સાથે જ તે રવિવારે આખો દિવસ પોતાનો ટી સ્ટોલ ચાલુ રાખે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application