કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ ડિજિટલ અરેસ્ટ અને સાયબર ફ્રોડના મામલામાં મોટી કાર્યવાહી કરી છે. ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ એ દક્ષિણપૂર્વ એશિયામાં સાયબર ગુનેગારો દ્રારા ઉપયોગમાં લેવાતા ઓછામાં ઓછા ૧૭,૦૦૦ વોટસએપ એકાઉન્ટ બ્લોક કરી દીધા છે.ગૃહ મંત્રાલય દ્રારા કહેવામાં આવ્યું છે કે આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય ગુનાહિત નેટવર્કને વિક્ષેપિત કરવાનો અને ભારતની ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિજિટલ અરેસ્ટ, સાયબર છેતરપિંડી કરનારાઓનો ઇન્ટરનેટ પ્રોટોકોલ ડિટેલ રેકોર્ડ કંબોડિયા, મ્યાનમાર અને વિયેતનામમાં સ્થિત છે. અહીંથી તેનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરવામાં આવતો હતો.
કંબોડિયા, મ્યાનમાર, લાઓસ–ફિલિપાઈન્સ જેવા દેશોમાંથી સાયબર અપરાધો વધુ થતા હોવાનું સામે આવ્યું છે. કુલ અપરાધોમાં ભારત સહિતના દેશોનો હિસ્સો લગભગ ૪૫ છે તેની સામે લગામ કસવા ગૃહ મંત્રાલયે એક આંતર–મંત્રાલય સમિતિની રચના કરી હતી. સાયબર–ફાઇનાન્સિયલ છેતરપિંડી દક્ષિણપૂર્વ એશિયાના સ્થાનોમાંથી ઉદ્દભવે છે. આ ગુનાઓ વધુ ખતરનાક અને જમ્બો બની ગયા છે, જેના કારણે પીડિતોને ઘણા પૈસા ખર્ચવા પડે છે. સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરએ હેકર્સ દ્રારા ઉપયોગમાં લેવાતા ઇન્ફ્રાસ્ટ્રકચરને નુકસાન અટકાવવા માટે ઘણા પગલાં લીધાં છે. સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર એ નાગરિકો માટે તમામ સાયબર અપરાધ સંબંધિત મુદ્દાઓને ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીનની 'બેટવુમન'એ શોધ્યો બેટ કોરોના વાયરસ
February 24, 2025 11:07 AMશિવ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાન શિવજીની પાલખી
February 24, 2025 11:05 AMગુજરાતમાં ખોરાક પાછળ ખર્ચ થાય છે 45 ટકા જેટલી આવક
February 24, 2025 11:04 AMફેબ્રુઆરીમાં જ ઉનાળો બેસી ગયો હોય તેવી ગરમી: રાજકોટમાં 37.5 ડિગ્રી
February 24, 2025 11:02 AMIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech