ચીનમાં HMPV વાયરસમાં 170 લોકો હોમાયા, 18 દેશમાં 7834 કેસ, ચેપથી બચવા શું કરવું? 

  • January 03, 2025 05:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના બાદ ચીનમાં વધુ એક રહસ્‍યમય વાયરસ આવ્‍યો છે. હ્યુમન મેટાપ્‍યુમોવાયરસ (HMPV)નો પ્રકોપ ચીનમાં ફેલાઈ રહ્યો છે. જેના કારણે ચીનમાં ફરી કોરોના જેવા દ્રશ્‍યો જોવા મળી રહ્યા છે. હોસ્‍પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. સ્‍મશાનો પણ હાઉસફૂલ થઈ ગયા છે. સરકારી અને વૈજ્ઞાનિક એજન્‍સીઓના અહેવાલો અનુસાર, વાયરસથી ચીનમાં અત્‍યારસુધીમાં ૧૭૦ લોકોના મોત થયા છે, જ્યારે ૧૮ દેશોમાં ૭,૮૩૪ કેસ નોંધાયા છે. 


HMPV વાયરસ એ આરએનએ વાયરસ છે, જે સૌપ્રથમ ૨૦૦૧માં ડચ સંશોધકો દ્વારા શોધાયો હતો. આ વાયરસ શ્વસનતંત્રને અસર કરે છે અને મુખ્‍યત્‍વે ઉધરસ, છીંક અને ચેપગ્રસ્‍ત વ્‍યક્‍તિના સંપર્ક દ્વારા ફેલાય છે. તે શિયાળા અને વસંતમાં વધુ સક્રિય હોય છે. તેના સામાન્‍ય લક્ષણોમાં શરદી, તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. આ વાયરસની સૌથી વધુ અસર બાળકો અને વૃદ્ધોને થાય છે.


ચીનના રોગ નિયંત્રણ અધિકારીએ વાયરસ પર નજર રાખવા માટે એક સર્વેલન્‍સ સિસ્‍ટમ ગોઠવી છે. આરોગ્‍ય અધિકારીઓએ લોકોને માસ્‍ક પહેરવા, વારંવાર હાથ ધોવા અને ભીડવાળી જગ્‍યાઓથી દૂર રહેવાની સલાહ આપી છે. જો કે, HMPV માટે હજુ સુધી કોઈ રસી ઉપલબ્‍ધ નથી. HMPV વાયરસના વધતા જતા કેસોને ધ્‍યાનમાં રાખીને ચીની અધિકારીઓએ પરિસ્‍થિતિ પર ચાંપતી નજર રાખવાનો દાવો કર્યો છે. વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા અને અન્‍ય આંતરરાષ્ટ્રીય એજન્‍સીઓ પણ આ નવા ખતરા પર નજર રાખી રહી છે. 


પોઝીટીવ રેટ 36 ટકા વધ્યો
રોગચાળા પહેલાના સ્તરોની સરખામણીમાં પોઝીટીવ રેટ 36 ટકા વધ્યો હતો. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, તમામ લોકોએ આ વાયરલ ચેપના જોખમોને ધ્યાનમાં રાખીને નિવારક પગલાં લેતા રહેવાની જરૂર છે.


2023માં અમેરિકામાં પણ કેસ વધ્યા હતા
વર્ષ 2023ની શરૂઆતમાં અને ત્યારપછી તે જ વર્ષના મે-જૂન મહિનામાં અમેરિકાના ઘણા ભાગોમાં એચએમપીવીના કારણે ચેપના કેસમાં ઝડપથી વધારો થયો હતો. અમેરિકામાં હ્યુમન મેટાપ્યુમો વાયરસ  માટે લગભગ 11 ટકા પીસીઆર અને 20 ટકા એન્ટિજેન ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

 
લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા જ
નિષ્ણાતો સૂચવે છે કે શિશુઓ અને વૃદ્ધો, જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તેઓને મેટાપ્યુમો વાયરસથી ગંભીર બીમારી થવાનું જોખમ વધારે છે. તેના લક્ષણો સામાન્ય રીતે સામાન્ય ફ્લૂ જેવા જ હોય છે, તેથી લોકો આ ચેપને લઈને તદ્દન મૂંઝવણમાં રહે છે.

એચએમપીવી કેવી રીતે ફેલાય છે?
ઉધરસ અથવા છીંકથી, નજીકનો સંપર્ક, જેમ કે સ્પર્શ અથવા હાથ મિલાવવા,દૂષિત સપાટીઓના સ્પર્શ બાદ મોં, નાક અથવા આંખોને સ્પર્શ કરવાથી 
 
જો ચેપ લાગે તો શું કરવું? 
હાઇડ્રેટેડ રહો અને આરામ કરો, પીડા, કળતર અને તાવ માટે ઓવર-ધ-કાઉન્ટર (ઓટીસી) દવાઓનો ઉપયોગ કરો.ગંભીર કિસ્સાઓમાં ઓક્સિજન ઉપચાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે.

ચેપથી બચવા શું કરવું? 
ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા, હાથ ધોયા વગર ચહેરાને સ્પર્શ કરવાનું ટાળો, બહાર નીકળતી વખતે ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરો, વાઈરસને ફેલાતો અટકાવવા માટે બીમાર હો ત્યારે ઘરે જ રહો, વારંવાર સ્પર્શ થતી સપાટીઓને નિયમિતપણે સાફ કરો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application