મોરબીના મકનસર અને આંદરણા ગામેથી જુગાર રમતા ૧૭ ઝડપાયા

  • September 05, 2023 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં એકસસ સિરામિક પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી. જેમાં જુગાર રમતા જયેશ બલવંતભાઇ મેર, કાનજી રમેશભાઇ દેવમુરારી, ઇશ્ર્વર પોપટભાઇ બદરચીયા, મનસુખ વશરામભાઇ બાવળિયા, રાકેશ બળવંતભાઇ ગળથરા, અવધેશ ગીરધારીલાલ ગૌતમ, ધર્મેન્દ્ર સુરેન્દ્ર ચૌધરી અને રોહીત સુરજપાલ કુમાર એમ આઠને ઝડપી લઇને રોકડ ‚ા.૨૧,૮૦૦ જપ્ત કરી છે. 
મોરબી તાલુકા પોલીસની ટીમ પીઆઇ કે.એ.વાળાના માગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફમાં પંકજભા ગુઢડા, કેતનભાઇ અજાણા તથા ભગીરથભાઇ લોખીલને અનિલ દુદાભાઇ ચાવડા આંદરણા ગામે આવેલા તે રહેણાક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે દરોડા પાડી ત્યાં જુગાર રમતા અનિલ કલાભાઇ સોલંકી, પ્રકાશ રવજીભાઇ ચૌહાણ, જનક શામજીભાઇ કલાડીયા, રમેશ પ્રેમજીભાઇ સોલંકી અને મેહુલ ધરમશીભાઇ માકાસણાને રોકડ રકમ ‚ા.૭૧,૦૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application