ખંભાળિયામાં જુગાર રમતા ત્રણ મહિલાઓ સહિત ચાર ઝડપાયા
દ્વારકાના સયાજી સર્કલ પાછળના ભાગે બાવળની જાળીમાં બેસીને રાત્રિના સમયે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા જયેશ મોહન કણજારીયા, પરેશ ડાયા નકુમ, રામશીભા જગાભા માણેક અને કમલેશ નરશીભાઈ ચોપડાને પોલીસે ઝડપી લઇ, રૂપિયા 12,330 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કલ્યાણપુર પોલીસે નંદાણા ગામની સીમમાંથી ચુનીલાલ કાનજી સચદેવ, નથુ કારા ગોજીયા, વિજય ત્રિભુવન વિઠલાણી, રવિન છગનલાલ સચદેવ, ભરત ભાયાભાઈ લગારીયા અને ધરણાંત રણમલ આંબલીયાને જુગાર રમતા રૂપિયા 21,230 ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.
કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામેથી પોલીસે મંગાભાઈ દેવજીભાઈ ચૌહાણ, અશોક રામા વાઘેલા, ભરત ભીમશી વાઘેલા, લતીફ સુલેમાન સંઘાર, ઈરફાન અલી ખુરેશી, આમીન મલેક અને મશરી ભીમશી વાઘેલાને જુગાર રમતા ઝડપી લઇ, રૂ. 7,150 નો મુદ્દામાલ કબજે લીધો હતો.
ખંભાળિયાના ધરારનગર વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. બી.જે. સરવૈયાની સુચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં હેડ કોન્સ્ટેબલ સામતભાઈ ગઢવી તથા યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના ધરારનગર વિસ્તારમાં ભરવાડ પાડા ખાતે દરોડો પાડી, અશોક હેમતલાલ જટણીયા, લાખીબેન શામરાભાઈ ધારાણી, ગીતાબેન શાંતિલાલ ઉનડકટ અને મુરીબેન બોઘાભાઈ કારીયાને જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમતા ઝડપી લઇ, કુલ રૂપિયા 33 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાર્તિક આર્યન૧૧ વર્ષ નાની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ
March 12, 2025 12:43 PMજામનગરમાં વધુ એક હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
March 12, 2025 12:42 PMઆકાંક્ષા પુરીએ કરોડોની લક્ઝરી ડિફેન્ડર કાર ખરીદી
March 12, 2025 12:42 PMખંભાળિયા: CISFના જવાનો દ્વારા 6553 કિલોમીટર સમુદ્ર તટની સાઇકલ રેલી
March 12, 2025 12:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech