મોરબી જિલ્લામાં દેશી દારૂ વેચતા 17 ઇસમો ઝડપાયા

  • March 24, 2023 08:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂનાધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે.જ્યાં મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા 17 ઇસમો ઝડપાયા છે.મોરબીમાં આરોપી મંજુબેન નવઘણભાઈ કુંવરીયા મોરબી-2,ત્રાજપર,શંકર વારી શેરી રૂપિયા 60ની કિમતના 3 લિટર દેશી દારૂ સાથેમળી આવી હતી.મોરબીમાં આરોપી મંજુબેન તેજાભાઇ અગેચણીયા પ્રજાપત કારખાના પાસે રૂપિયા 80ની કિમતના 4 લિટર દેશી દારૂસાથે મળી આવી હતી.
મોરબીમાં આરોપી જયેન્દ્રસિંહ ઉર્ફે જયુ પંચાણજી ઝાલા ભડીયાદ રામાપીરના ઢોરા પાસે રૂપિયા 120ની કિમતના 6 લિટર દેશી દારૂસાથે મળી આવી હતી.


મોરબીમાં આરોપી કંચનબેન બટુકભાઇ માથાસુરીયા રંગપર (બેલા) ગામની સીમ, લેવીન સિરામીક પાસે રૂપિયા200ની કિમતના 10 લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.
મોરબીમાં આરોપી રતનબેન મનસુખભાઇ વાઘેલા રંગપર (બેલા) ગામની સીમ, પેન્ટાગોન સિરામીક પાસે રૂપિયા 100ની કિમતના 5લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.મોરબીમાં આરોપી સુનીલભાઇ રાજેશભાઇ ચાવડા ઉંચી માંડલ ગામની સીમ નર્મદા કેનાલનીબાજુમા રૂપિયા 160ની કિમતના 13 લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.
મોરબીમાં આરોપી રમેશભાઇ ઉર્ફે ભલો મેરૂભાઇ લીંબડ આમરણ ગામ ભરવાડ વાસ સામે આવેલ ખરાબા પાસે બાવળની કાટમાંરૂપિયા 100ની કિમતના 5 લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

મોરબીમાં આરોપી કરીમભાઇ કાદરભાઇ જંગીયા સાપર ગામની સીમપાવડીયારી કેનાલ પાસે રોડની સાઇડમાં રૂપિયા 240ની કિમતના 12 લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.
મોરબીમાં આરોપી વિષ્ણુભાઇ ચંદુભાઇ ચારોલીયા સાપર ગામની સીમ બ્લુઝોન સિરામીક પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં રૂપિયા300ની કિમતના 15 લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.
મોરબીમાં આરોપી રોહીતભાઇ રમેશભાઇ માલણીયાદ સાપર ગામની સીમપાવડીયારી બસ સ્ટેશનના પાછળના ભાગે રૂપિયા 220ની કિમતના 11 લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application