શહેરની ભાગોળે નાકરાવાડી, વિઠલવાવ અને કોઠારીયા રેલવે સ્ટેશન પાસે પોલીસે જુગારના ૩ દરોડા પાડી પતા ટીંચતી સાત મહીલા સહીત ૧૭ શખ્સને ઝડપી પાડી રૂા.૨૭૧૬૦ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ એલસીબી ઝોન-૧ના પીએસઆઇ એમ.કે. મોવલીયા સહીતના સ્ટાફે બાતમીના આધારે નાકરાવાડી ગામે ભુપત જોગડીયાના મકાનમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો પાડી પતા ટીંચતા ભુપત જીવરાજભાઇ જોગડીયા, વિજય હકાભાઈ જોલાપરા, જગદીશ વજુભાઇ બહુકીયા, અજય રમેશભાઇ બહુકીયા, અને જેરામ વજુભાઇ બહુકીયા,ને ઝડપી પછી પટમાંથી રૂા.૧૨૮૦૦ની રોકડ કબજે કરી હતી.
બીજા દરોડામાં આજી ડેમ પોલીસે ભાવનગર હાઇવે પર વિઠલવાવ આશ્રમ સામે જાહેરમાં ચાલતા જુગારધામ ઉપર દોરોડો પાડી પતા ટીંચતા સુરેશ સવાભાઇ સાકરીયા, રાજેશ જીવરાજભાઈ રામાણી, અજય દેવરાજભાઈ મોરવાડીયા, જયસુખ પોપટભાઈ ચાવડા અને જયંતિ નરશીભાઈ રામાણીને પતા ટીંચતા સુરેશ સવાભાઇ સાકરીયા, રાજેશ જીવરાજભાઈ રામાણી, અજય દેવરાજભાઇ મોરવાડીયા, જયસુખ પોપટભાઇ ચાડા અને જયંતિ નરશીભાઈ રામાણીને પતા ટીંચતા ઝડપી લઈ પટમાંથી રૂા.૩૨૯૦ની રોકડ કબજે કરી હતી.
જયારે ત્રીજા દરોડામાં કોઠારીયા રેલવે સ્ટેશન સામે જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે આજીડેમ પોલીસે દરોડો પાડી પતા ટીંચતા મધુબેન દિનેશભાઈ પંચાળ, હિરલબેન સુરજભાઇ ચૌહાણ, ભાવીકાબેન રાજેશભાઇ બારૈયા, કાજલબેન શૈલેષભાઈ ચૌહાણ, મુમતાજબેન સાજીદભાઇ સંધી, કાજલબેન જીતુભાઇ ગોહેલ અને શારદાબેન દિપકભાઈ બાવળીયાને ઝડપી પાડી પટ્ટમાંથી રૂા.૧૧૦૦૦ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.