કોડીનારના સિંધાજ નજીક શેરડીના પાકમાં છૂપાવેલો ૧૬૨ બોટલ દારૂ ઝડપાયો

  • March 29, 2023 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર પોલીસ સિંધાજ ગામ પાસે કાંછલી વાવની સીમમાંથી શેરડીના પાક આડે છૂપાવેલો ૧૬૨ બોટલ વિદેશી દારૂ સાથે વાડી માલિક સહિત બે શખસોની ધરપકડ કરી હતી. જયારે દા‚ના જથ્થામાં ઉનાના બે શખસોની સંડોવણી ખુલતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.


ગીરસોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીપાલ શેષમા તથા ડીવાયએસપી વી.આર.ખેંગાર દ્વારા જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા સૂચના આપવામાં આવી હોય જે અનુસંધાને કોડીનાર પોલીસ મથકના પીઆઇ આર.એ.ભોજાણીની રાહબરીમાં પીએસઆઇ પી.જે.બાંટવા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પો.હેડ.કોન્સ. પ્રકાશભાઇ, હિતેશભાઇ તથા પો.કોન્સ. વિશાલભાઇને સંયુકત બાતમી મળી હતી કે, સિંધાજ ગામ પાસે રેલવે ફાટકની બાજુમાં કાંછલી વાવની સીમમાં શેરડીના પાકની આડશમાં વિદેશી દારૂ ઉતારવામાં આવ્યો હતો. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ૧૬૨ બોટલ દારૂ કિ.રૂ.૩૬,૯૦૦નો ઝડપી લઇ વિજય જેસીંગભાઇ વાઝા (રહે.સિંધાજ) તથા એજાઝ રફીકભાઇ મંસુરી (રહે.કોડીનાર)ની ધરપડક કરી બે મોબાઇલ અને દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા રૂ.૩૭,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા બન્ને શખસોની પુછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો વિનોદ તથા હરેશ (રહે બન્ને. કેસરીયા તા.ઉના)ના શખસોએ આપ્યો હોવાની કબૂલાત આપતા બન્ને સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application