BREAKING NEWS

જામનગરમાં બે વર્ષમાં ૨૧૯.૩૦ કરોડનાં ખર્ચે ૧૬૦૦ આવાસ બનશે

  • February 05, 2026 05:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરમાં ગરીબ અને મઘ્યમ વર્ગના લોકો માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી યોજના હેઠળ નવા આવાસો બનાવવામાં આવ્યા. આ બજેટમાં હાપા વિસ્તારમાં આગામી બે વર્ષમાં નવા ઇડબલ્યુએસ-૧ માં રૂ૨૧૯.૩૦ કરોડનાં ખર્ચે ૧૬૦૦ આવાસ બનાવવામાં આવશે. હાપા વિસ્તારના નવા લોકેશનમાં આ આવાસ બનશે પરંતુ આ નવા આવાસ માટે સરકારે નવો ભાવ વધારો જાહેર કરી દીધો છે. 


આવાસ યોજના અંગે નાયબ ઇજનેર અશોક જોશીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી ૨.૦) અંતર્ગત  એફપી નં.૪૬ માં રાજકોટ હાઇવે પર ૫૮૪ અને જામનગર રાજકોટ હાઇવે યાર્ડ પાસે ૮૭ એફપી નંબર પર અને હાપમાં બીજી જગ્યાએ પણ આ આવાસ બનાવાશે. આ વખતે ઇડબલ્યુએફમાં રૂ.૭ લાખ અને ઇડબલ્યુ-રમાં રૂ. ૯ લાખ રૂપિયા ભરવા પડશે અને આ નવા લોકેશન માટે મહાપાલિકામાં ૪ થા માળે આવાસ યોજનાની ઓફિસમાં અશોક જોશીનો સંપર્ક સાધવો. 


જામનગરમાં અત્યાર સુધીમાં દસ અલગ અલગ સ્થળોએ કુલ રૂ.૨૫૧ કરોડનાં ખર્ચે ૩૩૭૬ આવાસ બનાવાયા છે જેમાં લાલવાડી, ઇવાપાર્ક, ગોલ્ડન સીટી, સરૂસેકશન, બેડેશ્ર્વર, મયુરનગર, એમ.પી.શાહ ઉદ્યોગનગર અને હવે હાપાના ત્રણ પ્રાઇમ લોકેશન પર ઇડબલ્યુ-૧ અને ઇડબલ્યુ-૨ પ્રકારના આવાસ બનશે.



લોકોએ આવાસ બનવા માટે કયા કયા આધાર રજુ કરવા પડે

લોકોએ આવાસ લેવા માટે જામનગર મહાપાલિકાની કચેરીમાં તા.૩૧-૩-૨૬ સુધી કરવાની રહેશે જેમાં અરજદારનાં ચુંટણીકાર્ડ, પાનકાર્ડ, સરનામું રહેઠાણ, તેમજ ટેકસ શાખાની છેલ્લા વર્ષની પહોંચની બીલ અને ભાડા કરારની નકલ, ઉપરાંત આધારકાર્ડ અપરણીત હોય તો તેના માતાપિતાનાં આધારકાર્ડની નકલ જયારે અરજદાર પરણીત હોય તો પતિપત્ની, માતાપિતા અને સંતાનના આધારકાર્ડની નકલ, સર્વિસ કરતા હોય તેની આવક રૂ. ૩ લાખથી વધુન હોવી જોઇએ. તેમના પગારસ્લીપની નકલ, મામલતદારનો આવકનો દાખલો, અંધ અપંગ માટે સીવીલ સર્જનનું અધિકૃત પ્રમાણપત્ર અને ડીફેન્સ કેટેગરી માટે જિલ્લા સૈનિક બોર્ડનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. ​​​​​​​


હાપામાં ત્રણ લોકેશનમાં બનશે નવા આવાસ

જામનગર મહાપાલિકાનાં બજેટમાં આગામી દિવસોમાં હાપાના પ્રાઇમ લોકેશનમા ત્રણ સ્થળોએ આવાસ બનશે જેમાં ગણેશ વિશ્રામ કુંડ નજીક, ક્રિષ્ના ટાઉનશીપ ખાતે, હાપામાં રોડ ઉપર સાઇડમાં જ્ઞાનગંગા સ્કુલ તથા શ્યામ પાર્ટી પ્લોટ પાસે શંકરધામ સોસાયટી ખાતે નવા આવાસ બનશે જેમાં ઇડબલ્યુ એસ-૨નાં ૩૮૪ જયારે ઇડબલ્યુ -૧માં ૮૦૦ આવાસ બનશે. 


નવા આવાસ યોજનાના લોકોએ વધુ ભાવ ભરવા પડશે

જામનગરમાં આગામી દિવસોમાં બજેટમાં જણાવ્યા મુજબ રૂ.૨૧૯.૩૦ કરોડનાં ખર્ચે ૧૬૦૦ આવાસ બનાવવામાં આવશે પરંતુ સરકારની નવી ગાઇડલાઇન મુજબ આ તમામમાં ભાવવધારો થશે. ઇડબલ્યુ-૧માં રૂ. ૭ લાખ અને ઇડબલ્યુ-રમાં રૂ.૯ લાખ ભરવાનાં રહેશે. એટલે કે સરકાર દ્વારા ભાવવધારો કરી દેવામાં આવ્યો છે. 






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application