વાઈબ્રન્ટ સમિટ–૨૦૨૪માં રાજકોટની મેકપાવર બાદ કે.ટી.એમ. ટેકનોલોજી એન્ડ ઈનોવેશન્સ દ્રારા ૧૬૦ કરોડના એમ.ઓ.યુ. થયા છે. વાઇબ્રન્ટમાં રાજકોટની અલગ અલગ કંપનીઓ છ૭,૦૦૦ કરોડના એમ.ઓ.યુ.કરશે દેશને વર્ષ ૨૦૨૭ સુધીમાં પાંચ ટિ્રલિયન ડોલર (યુ.એસ.ડી.) ઈકોનોમી બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસ, મેઈક ઈન ઈન્ડિયા સહિત અનેકવિધ યોજનાઓ સાથે ઔધોગિક વિકાસને પ્રોત્સાહન આપી રહ્યા છે, તો ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાયના ઉધોગો વિશ્વકક્ષાએ સ્પર્ધા કરી શકે તે માટે વિવિધ યોજનાઓ સાથે પ્રોત્સાહન આપી રહ્યા છે. આ જ ઉપક્રમમાં વાઈબ્રન્ટ સમિટ–૨૦૨૪નો પ્રારભં થવા જઈ રહ્યો છે, ત્યારે રાજકોટના ઉધોગકારો વૈશ્વિક સ્તરે હરણફાળ ભરવાની નેમ સાથે મહત્વના પ્રોજેકટ સાથે સમજૂતી કરાર કરી રહ્યા છે.
કોઈપણ દેશના વિકાસ માટે ઉધોગો, ખેતી, એરોસ્પેસ, ડીફેન્સ, રેલવે, એન્જિનીયરિંગ, ઓટોમોબાઈલ, ક્રાટ એન્ડ વાલ્વ, વેલરી, ટેકસટાઈલ વગેરે જેવા ક્ષેત્રોનો મહત્વનો ફાળો હોય છે. આ બધા પાયાના ક્ષેત્રો માટે જરી કોમ્પોનન્ટસ બનાવવાના મશીન્સ પૂરા પાડવાના ઉદેશ્ય સાથે રાજકોટની કે.ટી.એમ. ટેકનોલોજી એન્ડ ઈનોવેશન્સ વાઈબ્રન્ટ સમિટમાં પિયા ૧૬૦ કરોડના સમજૂતી કરાર કરવા જઈ રહી છે.
આ અંગે કે.ટી.એમ. ટેકનોલોજી એન્ડ ઈનોવેશન્સના મેનેજિંગ ડિરેકટર કે.કે. મકવાણાએ જણાવ્યું હતું કે, કંપનીના નવા યૂનિટ માટે પ્રથમ તબક્કામાં આશરે પિયા ૮૦ કરોડનું રોકાણ જમીન, માળખાકીય સુવિધાઓ તેમજ મશીનરીમાં કરવામાં આવશે. એ પછી બીજા ત્રણ વર્ષેામાં પ્રોડકશન, એકસપોર્ટ, ટેન્ડર બિઝનેસની દિશામાં આગળ વધીશું. કુલ મળીને પાંચ વર્ષમાં આશરે પિયા ૧૫૫ થી ૧૬૦ કરોડથી વધુના રોકાણનો અમારો લયાંક છે. આ સમગ્ર પ્રોજેકટ પૂર્ણ રીતે કાર્યરત થતાં ૭૦૦થી ૧૦૦૦ જેટલા લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળશે, તેવી આશા તેમણે વ્યકત કરી હતી.
નવા યુનિટ વિશે માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, અમે તમામ પ્રકારના સી.એન.સી. મશીન્સ બનાવીએ છીએ. જેમ કે, સી.એન.સી.,વી.એમ.સી., વી.ટી.એલ., ડબલ કોલમ, એચ.એમ.સી. વગેરે. આ પ્રોડકટ કોઈ દેશના વિકાસના વિવિધ સેગમેન્ટ માટે ખૂબ ઉપયોગી અને અનિવાર્ય છે.
તેમણે કહ્યું હતું કે, કોઈપણ દેશના વિકાસમાં ખેતી, એરોસ્પેસ, ડીફેન્સ, રેલવે, એન્જિનીયરિંગ, ઓટોમોબાઈલ, પમ્પ એન્ડ વાલ્વ, વેલરી, ટેકસટાઈલ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, પાવર વગેરે જેવા પાયાના સેગમેન્ટનો ફાળો ખૂબ મહત્ત્વનો હોય છે. આ બધા સેગમેન્ટ માટે ઈનપુટસ્ કોમ્પોનન્ટ (પાર્ટસ) બનાવવા પડે, એના માટે અમારા મશીન્સની જર પડે. આમ કોઈપણ દેશના વિકાસ માટે પાયાના સેગમેન્ટ માટે જે મશીનની જર હોય, એ મશીન્સનું અમે ઉત્પાદન કરીએ છીએ. આમ વિશ્વના દેશોને વિકાસ માટે ઉપયોગી મશીન્સ બનાવીને આગામી દિવસોમાં તેના નિકાસનું અમાં લય છે.
આ માટે ભવિષ્યમાં જર પડે સક્ષમ વિદેશી કંપનીઓ સાથે પણ જોડાણ કરવાનો ઈરાદો ધરાવીએ છીએ. હાલમાં બે દેશોમાં નિકાસ શ કરી દીધી છે અને આગામી દિવસોમાં અન્ય દેશોમાં નિકાસનો લય છે, એમ તેમણે ઉમેયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech