પ્રદર્શન મેદાનમાં સરગમ નવરાત્રી મહોત્સવમાં 160 બાળાઓ કરશે માતાજીની આરાધના

  • October 12, 2023 10:34 AM 

લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત ગરબા મહોત્સવમાં બાળાઓ રાસે ઘુમસે: તા.15 થી 24 દરમ્યાન વિશાળ સ્ટેજ પર માળી તારા અઘોર નગારા વાગે, વાગે રે ઢોલ, કીડી બાયની જાન, શિવ-શંભુ અને મા ગુજરાત ગરબા ઉપર બાળાઓ વિવિધ રાસની રમઝટ બોલાવશે


આજે ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન ગરબાનું હજુ પણ વિશેષ મહત્વ છે, જામનગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ તા.15 થી 24 ઓકટો. સુધી રાત્રે 8:30 થી 12 સુધી પ્રદર્શન મેદાનમાં સરગમ-2023 નવરાત્રી મહોત્સવના બેનર હેઠળ 160થી વધુ બાળા માતાજીના ગુણગાન ગાઇ રાસની રમઝટ બોલાવશે, લગભગ દરરોજ 7 હજાર લોકો વિનામૂલ્યે આ ગરબી નિકાળી શકે તે માટે અદ્યતન સાઉન્ડ સાથે વ્‌યવસ્થા ગોઠવવામાં આવી છે તેમ ટ્રસ્ટી શૈલેષ પટેલે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું.


તેમણે કહ્યું હતું કે, આપણી ભાતીગળ સંસ્કૃતિ જેના પર ઓળઘોળ હોય એવા પર્વ નવરાત્રીમાં અમારી ગરબીમાં 5 ગ્રુપમાં 160 જેટલી બાળાઓ દરરોજ 28થી વધુ રાસ-ગરબા લેશે જેમાં માળી તારા અઘોર નગારા વાગે, વાગ્યો રે ઢોલ, પંખીડા, કીડી બાઇની જાન, દીવડા પ્રગટાવો, ડાકલા, ગણેશ સ્તુતી, શિવ-શંભુ અને મા ગુજરાતની થીમ હેઠળ બે માસથી સુંદર ગરબાઓ રજૂ કરશે, છેલ્લા બે મહીનાથી આ બાળાઓ સઘન પ્રેકટીસ કરી રહી છે, વૈશાલી સંઘવી, લાજેશ પંડયા, દર્શના પંડયા જહેમત ઉઠાવે છે, ટ્રસ્ટ દ્વારા 54*14 ફુટની વિશાળ સ્ક્રીન પણ રાખવામાં આવી છે જેથી લોકો સરળતાથી જોઇ શકે અને 60*60નું વિશાળ સ્ટેજ રાખવામાં આવ્યું છે.

સમગ્ર એરેનામાં પ્રાઇવેટ સિકયુરીટી અને સ્વયંસેવકો વ્યવસ્થા જાળવશે અને જય કેબલ ઉપર આ મહોત્સવ લાઇવ કરવામાં આવશે, સી.સી.ટીવી કેમેરા, પાર્કિંગ વ્યવસ્થા અને બેઠક વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. સમગ્ર મહોત્સવને સફળ બનાવવા ટ્રસ્ટી ભરત ઢોલરીયા, શૈલેષ પટેલ, બિપીન સોરઠીયા, જમન બાબીયા, સંજય સુદાણી, અરવિંદ કોડીનારીયા, હેમત દોમડીયા તેમજ નવરાત્રી ક્ધવીનર તરીકે રાજન મુંગરા, અશ્ર્વિન કપુરીયા, આર.પી.ઘાડીયા, હેમત પરમાર, પરેશ સંઘાણી, વિપુલ હિરપરા સમગ્ર વ્યવસ્થામાં રહેશે. માતાજીનો વારસો જળવાઇ રહે તે માટે વૈવિદ્યસભર પ્રાચીનતમ ગરબા રજૂ કરવામાં આવશે અને ગરબા જોવા માટે કોઇપણ પ્રકારની ફી કે પાર્કિંગ ફી પણ રાખવામાં આવી નથી, સંસ્થા દ્વારા અંતિમ યાત્રા રથની સેવા પણ આપવામાં આવે છે અને અનેકવિધ તાલીમ વર્ગો, શિબીર, મેડીકલ કેમ્પ સહિતની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application