BREAKING NEWS

રાજકોટ જિલ્લામાં તાલુકા કક્ષાએ ૧૬ કચેરી નિર્માણ પામશે: કલેકટર

  • June 12, 2026 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જમીન સંબંધિત કાર્યેામાં સરળતા અને પારદર્શકતા લાવવા માટે રાજકોટ જિલ્લામાં તાલુકા કક્ષાએ આઈ.એલ.આર કચેરી નિર્માણ પામવા જઈ રહી છે. જેથી જમીન માપણી, હક્ક ચોકસી, પ્રોપર્ટી કાર્ડ સહિતના કામોમાં સુધારો અને ચોકસાઈ આવશે. તેમજ તાલુકા કક્ષાએ ડી.એલ.આર અને સિટી સર્વે મહેકમને મર્જ કરવામા આવશે. આ ફેરફારથી જમીન માપણી, હક્ક ચોકસી, પ્રોપર્ટી કાર્ડ સહિતના કામોમાં વધુ ચોકસાઈ આવશે. રાજકોટ જિલ્લ ામાં જમીન નોંધણી સંબંધિત મહત્વપૂર્ણ ફેરફારો થવા જઈ રહ્યા છે. રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશએ જણાવ્યું છે કે, રાજકોટમાં તાલુકા કક્ષાએ ૧૬ નવી આઈ.એલ.આર કચેરી બનાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. તાલુકા કક્ષાએ ડી.એલ.આર અને સિટી સર્વેના અલગઅલગ મહેકમ છે. જે હવે તાલુકા લેવલ એક મહેકમ બની જશે. જેને આઈ.એલ.આર મોનીટર કરશે. યારે સમગ્ર રાજકોટ જિલ્લા કક્ષાએ ડી.એલ.આર. કામગીરી કરશે. હાલમાં કચેરીઓ બનાવવા માટેની કામગીરી શ કરી દેવામાં આવી છે, જેમાં ઇન્ટરનેટ, ફર્નિચર, સ્ટોરેજ સંબંધિત કાર્યેા તેજ કરવામાં આવ્યા છે.
તેમજ જિલ્લા કક્ષાએ ડી.એલ.આર ડેટાને સંકલિત કરવાની કામગીરી પણ ચાલી રહી છે જે અંતર્ગત બે તાલુકાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જમીન સંબંધિત મહત્વપૂર્ણ રેકોર્ડને ઓનલાઇન કરવામાં આવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application