ટ્રાફીકને અડચણરૂપ દબાણ કરવા બદલ ૧૬ ગુન્હા થયા દાખલ

  • September 09, 2024 01:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરની વેપારી બજારમાં પાથરણા, રેકડી ધારકો, દુકાનદારો સામે ટ્રાફીકને અડચણ‚પ દબાણ કરવા બદલ ૧૬ ગુન્હા દાખલ થયા છે.
પોરબંદર ટ્રાફિક પોલીસ તથા કિર્તિ મંદિર પોલીસ સ્ટાફ દ્રારા ટ્રાફિકને અડચણ‚પ ગેરકાયદેસર દબાણ કરી રેકડી ધારકો, પાથરણાવાળા અને દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી.પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા ની સુચના તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વિ. ના માર્ગદર્શન મુજબ પોરબંદર શહેરના મુખ્ય માર્ગ જેવા કે એમ.જી.રોડ રાણીબાગ, સુદામા ચોક, ડ્રિમલેન્ડ રોડ. બંગડી બજાર, લીબર્ટી રોડ, કેદારેશ્ર્વર રોડ, શિતલા ચોકથી ભાવના ડેરી, હનુમાન ગુફા, લીમડા ચોક શાકમાર્કેટ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ કરી ધંધો કરતા રેકડી ધારકો, પાથરણાવાળા અને વેપારીઓ દુકાનની બહાર લોખંડની જાળીઓ જાહેરાતના બોર્ડ લાકડાના ટેબલો નાખી દુકાન સામે માલનું વેચાણ કરતા હોય છે જેથી ખરીદી કરવા આવતા જતા લોકોને ખુબ મુશ્કેલીઓ પડી રહેતી હોય ત્યારે રોડ ઉપર કરેલ દબાણને હટાવવા હકાનદારોને પોતાની દુકાન સામે રાખેલ લોખંડની જાળીઓ, જાહેરાતના બોર્ડ લાકડાના ટેબલો તથા દુકાનની બહાર રાખેલ પડદાઓ તથા વધારાનો સામાન વિગેરે રોડ ઉપર અડચણ‚પ થાય તે રીતે રાખેલ હોય તેને દુર કરાવવામાં આવેલ અને રેકડી ધારકો તેમજ પથાણા વાળોઓને દૂર કરવાની કામગીરી જીલ્લા ટ્રાફિક પોલીસ તથા કિર્ત મંદિર પો.સ્ટે.ના અધિકારી અને જ‚રી સ્ટાફ સહિત સયુંકત ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગેરકાયદેસર કરેલ દબાણ દૂર કરી રસ્તા ખુલ્લા કરવામાં આવેલ હતા તેમજ જાહેરનામા મુજબ એકીબેકી સંખ્યામાં વાહનો પાર્કિંગ કરવા અને ટ્રાફિકને અડચણ‚પ ન થાય તે અંગે સુધના કરવામાં આવી હતી 
તેમજ ગણેશ ચતુર્થીનો તહેવાર હોય અને તહેવારો સબબ શહેર વિસ્તારમાંથી અને આજુબાજુના ગામડાઓમાંથી ખૂબ મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરવા આવતા જતા હોય છે જેથી તેમને સુરક્ષા, તકેદારી માટે અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઇ આ કામગીરી કરવામાં આવેલ હતી. જે કામગીરીમાં કિર્તિ મંદિર પો.સ્ટે.માં ભારતીય દંડ સંહિતા-ની કલમ ૨૮૫ મુજબના કુલ-૧૬ કેસો કરવામાં આવેલ તેમજ ટ્રાફિકને અડચણ‚પ રાખેલ વાહનચાલકો વિ‚ધ્ધ સમાધાન શુલ્ક પેટે રોકડ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી
આ કામગીરીમાં કિર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. જે.જે. ચોધરી, પો.સબ ઇન્સ. જી.એમ.સોલંકી જે.એચ. ફુબલ, કે. અને ગોરસીયા તથા પોલીસ સ્ટાફ તેમજ જિલ્લા ટ્રાફિક પો.સબ ઇન્સ અઘેરા તથા એ.એસ.આઇ. બી.એચ. બાપોદરા તથા ટ્રાફિક પોલીસ સ્ટાફના અને ટ્રાફિક બ્રિગેડના માણસો આ કામગીરીમાં જોડાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application