રાજકોટ મહાનગરપાલિકા મચ્છર મારવામાં પણ નિષ્ફળ રહી હોય શહેરમાં મચ્છરના ઉપદ્રવની ૩૨૦૦ ફરિયાદો આવતા ફોગિંગ માટે વેઇટિંગ લિસ્ટ બનાવવું પડું છે ! દરમિયાન આજે ચીફ હેલ્થ ઓફિસરએ જાહેર કરેલા વિકલી એપેડમિક રિપોર્ટ અનુસાર રાજકોટ શહેરમાં ડેંગ્યુના વધુ ૧૧, મેલેરિયાનો વધુ એક, ટાઇફોઇડના વધુ ત્રણ અને કમળાનો વધુ એક કેસ સહિત કુલ ૧૬ નવા કેસ મળ્યા છે. શહેરમાં મચ્છરજન્ય, ઋતુજન્ય અને પાણીજન્ય રોગચાળાનું ત્રિભેટે આક્રમણ થયું છે છતાં તંત્રના તાબોટા પાડવામાં વ્યસ્ત છે. ઉપરોકત ઉપરાંત શરદી–ઉધરસના ૧૧૪૦, તાવના ૬૭૮ તેમજ ઝાડા–ઉલ્ટીના ૩૪૦ કેસ મળ્યા હોવાનું નોંધાયું છે.
દરમિયાન આરોગ્ય શાખાએ રોગચાળો નાથવા કરેલી કામગીરી જાહેર કરી સ્વબચાવ કર્યેા છે જેમાં પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલેન્ટીયર્સ સહિત ની ૩૬૦ ટીમો દ્રારા ૧,૨૨,૦૨૦ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્રારા ૩૨૦૦ ઘરોમાં ફોગીંગ કર્યાનો દાવો કર્યેા છે. તદઉપરાંત મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૫૫૪ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેનો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં ૩૯૫ અને કોર્મશીયલ ૧૦૬ આસામીને નોટીસ આ૫વામાં આવેલ તથા ા.૪૯,૬૦૦ નો વહિવટી ચાર્જ વસુલાયો હોવાનું જાહેર કયુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech