જૂનાગઢમાં ઝંઝાવાતી પવનથી દોઢસો વૃક્ષો ધરાશાયી: ભવનાથમાં પ્રવેશબંધી

  • June 16, 2023 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાવાઝોડું ગત રાત્રે ગુજરાતના કાંઠે ટકરાયા બાદ જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે આજે સવારથી જ તમામ તાલુકાઓમાં વરસાદી વાતાવરણ વચ્ચે એક ઇંચ થી લઈ હળવા ઝાપટા નોંધાયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ જુનાગઢ જિલ્લામાં ગત રાત્રે થી આજે સવાર સુધીમાં સૌથી વધુ મેંદરડામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો માણાવદર અને જૂનાગઢમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. તો , ભેસાણ, વંથલી, માળીયાહાટીના અને વિસાવદરમાં હળવા ઝાપટા નોંધાયા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પણ જુનાગઢ જિલ્લામાં હળવા ઝાપટા વરસી રહ્યા છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 
​​​​​​​
આજે નોંધાયેલા હવામાન મુજબ જુનાગઢ શહેરમાં લઘુતમ તાપમાન ૨૬.૬, ભેજ ૯૪ ટકા  અને ૧૮.૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જિલ્લામાં તીવ્ર પવનની ઝડપ ને બદલે ૧૫૦ થી વધુ વૃક્ષો ધરાસાઈ થયા હતા.
વરસાદને પગલે શહેરીજનો દ્વારા ભવનાથ અને દામોદર કુંડ ખાતે પહોંચતા હોય જેથી સાવચેતીના ભાગરૂપે વાવાઝોડાની અસરરૂપે ગઈકાલ સાંજથી જ  ભવનાથ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ગત સાંજથી જ સોનાપુરી પાસેથી જ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યા હતા પણ સાવચેતીના ભાગરૂપે ભવનાથ પોલીસ દ્વારા શહેરીજનોને ભવનાથ જતા રોકવામાં આવ્યા હતા.  જ્યાં સુધી પવનની અસર રહેશે ત્યાં સુધી ભવનાથ જતાં માર્ગો બંધ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application