૧૫ પ્રોપર્ટી સીલ, ૩૦ હરાજીમાં મુકાઇ, ૧૬૧૮ને નોટિસ ફટકારી

  • August 18, 2023 06:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મ્યુનિ. કમિશનર આનદં પટેલએ મિલકત વેરાના બાકીદારો સામે લાલ આખં કરી છે અને બાકી વેરો વસૂલવા માટે શહેરભરમાં ટેકસ બ્રાન્ચની ડ્રાઇવ શ કરાવી છે જેમાં તાજેતરમાં વધુ ૧૫ મિલ્કતોને સીલ કરાઇ છે તેમજ ૩૦ બાકીદારોની મિલકતો જાહેર હરરાજીથી વેંચાણ અર્થે મુકવામાં આવી છે, અન્ય ૧૬૧૮ બાકીદારોને નોટિસ ફટકારી છે. આગામી તા.૧૧ સપ્ટેમ્બરથી તા.૭ ઓકટોબર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ઓફિસ, દુકાન, મકાન, લેટ, પ્લોટ, હોટેલ અને કારખાનાની હરાજી કરાશે. દરમિયાન આજ દિવસ સુધીમાં ૩,૨૨,૧૦૧ મિલકત ધારકોએ વેરો ભરપાઈ કરતા મિલકત વેરાની કુલ આવક ૨૨૮.૨૫ કરોડ થઇ છે.

તાજેતરમાં વેરા વસુલાત ડ્રાઇવ અંતર્ગત ૧૫૦ ફટ રિંગ રોડ ઉપરના હાઇ સ્ટ્રીટ બિલ્ડીંગ વિંગ–બી ફલેટ નં–૩૦૨ને નોટીસ સામે રીકવરી .૩૨,૧૦૦, હાઇ સ્ટ્રીટ બિલ્ડીંગ વિંગ–બી ફલેટ નં–૧૦૦૧ને નોટીસ સામે રીકવરી .૩૨,૧૦૦ તેમજ કાલાવાડ રોડ પર આવેલ રાધે ક્રિશ્ના એપાર્ટમેન્ટ બ્લોક નં–૧૦૦૨૦ને નોટીસ સામે રીકવરી .૫૩,૦૧૪ સહિતની કાર્યવાહી વેરા વસુલાત ડ્રાઇવ અંતર્ગત કરાઇ હતી.
વિશેષમાં મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે ધી.બી.પી.એમ.સી.એકટ–૧૯૪૯નાં શેડુલ એ–નાં પ્રકરણ–૮નાં નિયમ અનુસાર બાકીદાર મિલકત ધારકોને તેમની મિલ્કત માટેના વેરા બીલો બજાવેલ છે. જે અન્વયે રકમ વસુલ ન આવતા નિયમ–૪૧ મુજબ માંગણા નોટીસ બાજાવ્યા બાદ પણ રકમ વસુલ ન આવતાં નિયમ–૪૨,૪૪,૪૫ મુજબ શહેરમાં અનેક મિલ્કત જી (ટાંચ)માં લીધી છે. આ અંગેની નોટીસ બજાવ્યાની મુદત વિતવા છતાં મ્યુનિસિપલ કર, સફાઇ કર, શિક્ષણ ઉપકર, વ્યાજ, નોટીસ ફી ની રકમ વસુલ આવેલ ન હોઇ હવે જીમાં લીધેલ મિલ્કતોની નિયમ–૪૭ મુજબ હરરાજી કરવામાં આવશે. આગામી ૧૧–૯–૨૦૨૩ થી તા.૭–૧૦–૨૦૨૩ સુધી મિલકતોની જાહેર હરાજી કરવામાં આવશે જેમાં અજંતા કોમર્શીયલ કોમ્પલેક્ષ–ગોંડલ રોડ, વિનાયકા પ્લસ કોમર્શીયલ કોમ્પ્લેકસ–ભુપેન્દ્ર રોડ, ઓપેરા ટાવર– જવાહર રોડ, કોસ્મો કોમ્પ્લેક્ષ–મહિલા કોલેજ ચોક, કાલાવડ રોડ, પ્રમુખ સ્વામી આર્કેડ–માલવીયા ચોક, વૃન્દા આર્કેડ, ઢેબર રોડ વન વે, હોટલ સિલ્વર સેન્ડ, સુભાષ રોડ, લીમડા ચોક પાસે, નારાયણ કૃપા બિલ્ડીંગ–લમીનગર મેઇન રોડ, ઓસ્કાર ટાવર–સીલ્વર સ્ટોનની પાસે, ૧૫૦ ફટ રીંગ રોડ, કિમ પ્લાઝા કોમ્પલેક્ષ–હનુમાન મઢી પાસે, રૈયા રોડ, નિર્માણ એપાર્ટમેન્ટ, બેબી લેન્ડ હોસ્ટેલ રોડ, ગુવંદના પાર્ક સામે, પ્લોટ–૧૬૧, શેરી તુલિપ પાર્ટી પ્લોટ, આઇસ ફેકટરીની બાજુમાં, વાવડી, ગોંડલ રોડ, નોર્થ એન્જલ કોમ્પ્લેક્ષ, આર.કે.પાર્ક, ૧૫૦ ફટ રીંગ રોડ, શિવમ ઇન્ડ.એરીયા, સર્વે નં.૨૮, ફાલ્કન પપં પાછળ, વાવડી ગોંડલ રોડ, સરકાર કોમ્પ્લેક્ષ–પહેલો માળ, રાધિકા પાર્ક, બાપા સિતારામ ચોક, મવડી, અમૃત કોમ્પ્લેક્ષ પેડક રોડ, પરમધામ ઇન્ડ. એરીયા, કોઠારીયા રીંગ રોડ બાય પાસ, સહજાનદં ઇન્ડ.એરીયા પાછળ, સંજરી સીલેકશન, ગુજરાત હાઉસીંગ બોર્ડ, ડેરી લેન્ડ કવાર્ટર નં.એલ–૧૪૪૦, ક્રિસ્ટલ સીટી ફસ્ર્ટ લોર, શોપ નં.૧૦૧, જય–શકિત પાર્ક, ૫૦ ફટ રોડ, કુવાડવા રોડ સહિતના કોમર્શિયલ સંકુલો તેમજ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મિલ્કતવેરાના બાકીદારોની મિલકતોની હરરાજી કરવામાં આવનાર છે. આ તકે અધિકારીઓ દ્રારા વન ટાઇમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમ વર્ષ ૨૦૨૩–૨૦૨૪નો બીજો હો ૩૦ સપ્ટેમ્બર સુધી ભરપાઇ કરવા લાભાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે, અન્યથા બાકી રહેતા હાઓ ઉપર આ યોજનાનો લાભ મળશે નહી. ઉપરોકત કામગીરી આસિ. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટર દ્રારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ. પ્રજાપતિના માર્ગદર્શન કરવામાં આવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application