રાજકોટ શહેરને રેઢુ પડ ભાળી ગયેલા તસ્કરો બેફામ બન્યા છે. અનરાધાર વરસાદમાં તસ્કરોએ વિસામો લીધો ન હતો અને શહેરને ધમરોળી નાખ્યું હોય તેમ યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં વણીક વેપારીના બધં બંગલોમાં ત્રાટકેલી તસ્કર બેલડીએ રોકડ અને સોનાના ઘરેણા મળી ૧૫ લાખનો હાથ માર્યાનું પ્રાથમીક તબકકે બહાર આવ્યું છે. બીજી તરફ મોરબી રોડ પર એડીબી હોટલ પાછળ આવેલી રત્નમ બંગ્લોઝ નામની સોસાયટીમાં ચડી–બનીયનધારી ટોળકી ત્રાટકી હતી અને પાંચ મકાનના તાળા તોડી રોકડ સહિતની માલમત્તાની ચોરી કરી ગયા છે. બન્ને બનાવના સીસીટીવી સામે આવ્યા છે જેના આધારે પોલીસે તસ્કરોનું પગેરૂ દબાવવા માટે દોડધામ આરંભી છે. યુનિ. રોડ પર પંચાયતનગર શેરી નં.૨–કમાં આદીનાથ નામના બંગલોમાં રહેતા કમલેશભાઈ ખોડીદાસભાઈ મહેતા ઉ.વ.૬૫નો પરિવાર મસ્કત સ્થાયી થયો છે. તેઓ અહીં પત્ની સાથે રહે છે. કમલેશભાઈ ૧૫ દિવસ પહેલા પત્ની સાથે ધાર્મિક કામ સબબ વલસાડ ગયા હતા અને મકાન બધં હતું. આજે સવારે મકાનના દરવાજા ખુલેલા હોવાથી પાડોશીએ કમલેશભાઈને જાણ કરી હતી અને તેઓ તાબડતોબ રાજકોટ પહોંચ્યા હતા. ઘરમાં તલાશી લેતાં અંદર રહેલું લોકર જ ગાયબ હતું. બનાવ સંદર્ભે યુનિ. પોલીસને જાણ કરાઈ હતી. પીઆઈ જાદવ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો.
પોલીસને મળેલી પ્રાથમીક માહિતીના આધારે રોકડ અને સોના–ચાંદીના ઘરેણા મળી ૧૫ લાખની માલમત્તા ચોરાઈ હોવાનું જાણવા મળે છે. પોલીસે નજીકના કેમેરા ચેક કરતા ગત રાત્રીના ૧ વાગ્યાના અરસામાં બે શખસો બંગલામાં ત્રાટકયા હોવાનું સામે આવ્યું છે. બંગલાની અંદર તસ્કરોએ ચોરી કર્યાની સાથે નિશાની મુકી હોય તે રીતે ફાકી કે પાન ખાધેલ હોય તેમ અંદર પીચકારી મારેલી હતી જેના પરથી તસ્કરો ગુજરાત પંથકના હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે.
ચોરીના અન્ય બનાવવામાં શહેરના મોરબી બાયપાસ પાસે અતિથિ દેવો ભવ હોટલ પાછળ આવેલા રત્નમ રોયલ બંગલોમાં રાત્રિના ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી. પાંચ બંગલામાં હાથફેરો કર્યેા હોવાનું જાણવા મળ્યું છે.
રાત્રિના અઢી વાગ્યા આસપાસ મોઢે બુકાની બાંધી ત્રાટકેલી ચડ્ડી બનિયાનધારી ટોળકીએ અહીં બંગલોમાં રહેતા હેમલ દક્ષિણીના બંગલોમાંથી ૪૦૦૦ રોકડ, મિત શાહના બંગલોમાંથી ૫૦૦૦ રોકડ અને ઇયર બર્ડ અજય મઢવીના બંગલોમાંથી ચેન અને વીંટી તેમજ સામે રહેતા સંજય જાદવના મકાનમાંથી ૭૦૦૦ રોકડ તેમજ અહીં આવેલા બંગલો નંબર ૭૨ માં પણ ચોરીનો પ્રયાસ કર્યેા હતો. સવારના યારે ચોરીની આ ઘટનાની જાણ થતાં અહીં રહેતા વિસ્તારવાસીઓ એકત્ર થઈ ગયા હતા અને બાદમાં પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ અહીંના સીસીટીવી ફટેજ ચકાસવામાં આવતા રાત્રિના અઢી વાગ્યા આસપાસ ચડ્ડી બનિયાનધારી ટોળકીએ અહીં આવી ચોરી કરી હોવાનું માલુમ પડું હતું. ચોરીની આ ઘટનાને લઇ ગાંધીગ્રામ પોલીસે સીસીટીવી ફટેજના આધારે આ તસ્કર ટોળકીના સઘળ મેળવવા શોધખોળ શ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMબાબા સિદ્દીકી હત્યા કેસઃ પુણેમાંથી વધુ 2 આરોપીઓની ધરપકડ, અત્યાર સુધીમાં 18ની ધરપકડ
November 07, 2024 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech