રાજકોટ સિટીના 15 ASI બન્યા PSI

  • March 30, 2023 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં એએસઆઈને પીએસઆઈ બનવા માટેની મોડ-3ની પરિક્ષા લેવાઈ હતી. 567 ઉમેદવારો પૈકી રાજકોટ શહેરના 17 એએસઆઈએ પરિક્ષા આપી હતી જેમાં ત્રણ મહિલા સહિત 15 એએસઆઈ ઉત્તિર્ણ થઈ પીએસઆઈ બન્યા છે. હવે તેઓની ખાતાકીય ટ્રેનિંગ બાઈ પોસ્ટિંગ કાર્યવાહી થશે.


પોલીસ ડિપાર્ટમેન્ટમાં ડાયરેકટ એએસઆઈ તરીકે ભરતી થયેલા નહીં પરંતુ પોલીસ કોન્સ્ટેબલથી નોકરી દરમિયાન પ્રમોશન લઈને એએસઆઈના હોદા સુધી પહોંચેલા પોલીસ કર્મચારીઓ કે જેઓએ એએસઆઈ તરીકે ત્રણ વર્ષની ફરજ પૂર્ણ કરી હોય તેઓને પીએસઆઈ બનવા માટેની ખાતાકીય મોડ-3ની પરિક્ષા લેવાતી હોય છે, આ વખતેની મોડ-3ની પરિક્ષામાં રાજ્યમાંથી 567 એએસઆઈએ પરિક્ષા આપી હતી. જેમાં રાજકોટના 17 એએસઆઈનો સમાવેશ થયો હતો. પરિક્ષાનું રિઝલ્ટ જાહેર થતાં રાજકોટ સિટીના 15 એએસઆઈ પીએસઆઈમાં સિલેકટ થયા છે.

પીએસઆઈ તરીકે સિલેકટ થયેલા એએસઆઈમાં રાજકોટ ક્રાઈમ બ્રાંચના પૂર્વ કર્મચારીઓ એએસઆઈ જયુભા પરમાર, જયસુખભાઈ હંબલ, બીપીનદાન ગઢવી ઉપરાંત અન્ય ડિવિઝનના હર્ષદસિંહ ચુડાસમા, રાજેશભાઈ સોલંક, પ્રવિણસિંહ ગોહિલ, પ્રવિણસિંહ ઝાલા, કનુભાઈ, જગદીશભાઈ પાંડોર, એમ.ટી.પરમાર, જયોત્સનાબેન માઢક, વનિતાબેન પરમાર, પાલબેન સોલંકીનો સમાવેશ થાય છે. તમામ નવા પીએસઆઈને રાજકોટ શહેર પોલીસ કર્મચારીઓ દ્વારા હર્ષ વ્યકત કરાયો હતો. આ પહેલા મોડ-2ની (હેડ કોન્સ્ટેબલ પદના કર્મચારીઓ માટે) પીએસઆઈની પરિક્ષામાં પણ રાજકોટ સિટી પોલીસના કર્મચારીઓ સારી એવી સંખ્યામાં પાસ થઈને પીએસઆઈ બન્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application