BREAKING NEWS

કચ્છમાં બિનખેતી થયેલા પ્લોટો સરકાર હસ્તક લેવાનો ૧૪ વર્ષ જૂનો આદેશ હાઈકોર્ટમાં રદ

  • April 07, 2026 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગાંધીનગર
ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં મિલકત ધારકોના હિતમાં અને વહીવટી સત્તાના દુપયોગ સામે એક અત્યતં મહત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે કચ્છ જિલ્લ ા કલેકટર દ્રારા વર્ષ ૨૦૧૨માં આપવામાં આવેલા એક આદેશને ફગાવી દીધો છે, જેમાં બિન–ખેતી  થયેલા રહેણાંક પ્લોટોને સરકાર હસ્તગત કરવાનો નિર્ણય લેવાયો હતો. જસ્ટિસ દિવ્યેશ એ. જોષીની ખંડપીઠે આ મામલે તંત્રની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી છે.
આ કેસની વિગત મુજબ, મૂળ માલિકોએ ઓગસ્ટ ૧૯૯૭માં ખેતીની જમીન ખરીદી હતી અને મહેસૂલ રેકોર્ડમાં પણ તેમની નોંધણી થઈ હતી. ત્યારબાદ વર્ષ ૨૦૦૬માં આ જમીનને વિધિવત રીતે બિન–ખેતીમાં પાંતરિત કરવાની મંજૂરી મળી હતી. અરજદારે આ કાયદેસરના ૬૨ પ્લોટો ખરીધા હતા. જોકે, ૨૦૧૦માં કલેકટરે એક જાહેરનામું બહાર પાડી જૂની એન્ટ્રીઓની તપાસ શ કરી અને છેવટે ૨૦૧૨માં (લગભગ ૧૪ વર્ષ પછી) સ્વ–સુધારણા (રિવિઝન) સત્તાનો ઉપયોગ કરી પ્લોટો સરકાર હસ્તગત કરવાનો આદેશ આપ્યો હતો.
હાઈકોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન બે મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકયો હતો કે મૂળ ખરીદીના ૧૪ વર્ષ બાદ અને અરજદારે પ્લોટ મેળવ્યાના ૫ વર્ષ બાદ તત્રં દ્રારા કરવામાં આવેલી આ કાર્યવાહી 'અવાજબી વિલંબ' દર્શાવે છે.
રેકોર્ડ પર નામ હોવા છતાં અરજદારને પક્ષકાર બનાવ્યા વિના જ કાર્યવાહી શ કરવામાં આવી હતી, જે કાયદાકીય રીતે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું સ્પષ્ટ્ર ઉલ્લ ંઘન છે.
અદાલતે સ્પષ્ટ્ર કયુ કે એકવાર 'બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ' હેઠળ બિનખેતીની પરવાનગી મળી જાય, પછી તે મિલકત કૃષિ કાયદા હેઠળ આવતી નથી. આ ચુકાદો એવા હજારો મિલકત ધારકો માટે મોટી રાહત સમાન છે જેઓ વહીવટી તંત્રના વર્ષેા જૂના અને વિલંબિત નિર્ણયોને કારણે કાયદાકીય લડત લડી રહ્યા છે. હાઈકોર્ટે સ્થાપિત કયુ છે કે વહીવટી સત્તાનો ઉપયોગ વ્યાજબી સમયગાળામાં જ થવો જોઈએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News