ગુજરાત રાજ્યના યુવાનો માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વર્ષ-2025માં રાજ્ય પોલીસ દળની 14,820 તથા સીવીલીયન સ્ટાફની 245 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે.હાલ ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ-12472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ સીધી ભરતીની કાર્યવાહી હાથ ધરવામા આવશે.
રાજ્યમાં સ્પધર્ત્મિક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ-14820 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ-12472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગૃહ વિભાગ વર્ષ-2025માં રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરશે.
વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે તેમાં 129 એસ.આર.પી.એફ.ના હથિયારી પી.એસ.આઈ, 126 વાયરલેસ પી.એસ.આઈ, 35 એમ.ટી. પી.એસ.આઈ, 551 ટેકનીકલ ઓપરેટર, 45 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-1, 26 મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર, ગ્રેડ-2, 135 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-2, 7218 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3010 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3214 એસ.આર.પી.એફ.ના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 300 જેલ સિપાઈ(પુરુષ) અને 31 જેલ સિપાઈ(મહિલા) સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત વર્ષ-2025માં પોલીસ ખાતાની કચેરીઓની સીનીયર ક્લાર્કની 45 તથા જુનીયર ક્લાર્કની 200 જગ્યાઓ મળી કુલ-245 જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech