૧૪૦ કરોડના બોન્ડ ખરીદનારને ૧૪૦૦ કરોડનો પ્રોજેકટ મળ્યો

  • March 15, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પચં એ શુક્રવારે તેની વેબસાઈટ પર ઈલેકટોરલ બોન્ડની સંપૂર્ણ માહિતી અપલોડ કરી દીધી. સૌથી વધુ ચૂંટણી બોન્ડ ખરીદનારી કંપનીઓમાં મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ બીજા સ્થાને રહી છે. નંબર વન પર ફયુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસ હતી જેની સામે એ પણ તપાસ કરી હતી. મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ (એમઈઆઈએલ) એ ૧ કરોડ રૂપિયાના ૮૨૧ ઈલેકટોરલ બોન્ડ ખરીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉલ્લેખનીય છે કે આ કંપનીએ એપ્રિલ ૨૦૨૩માં લગભગ ૧૪૦ કરોડ રૂ પિયાના બોન્ડસ ખરીધા હતા અને તેના એક મહિના પછી તેને મહારાષ્ટ્ર્રમાં ૧૪,૪૦૦ કરોડ પિયાનો પ્રોજેકટ મળી ગયો હતો.અહેવાલ મુજબ ચૂંટણી બોન્ડ ખરીદવાના એક મહિનાની અંદર આ કંપનીને થાણે–બોરીવલી ટિન ટનલ પ્રોજેકટ માટે ટેન્ડર મળ્યું. એમઈઆઈએલનું હેડકવાર્ટર હૈદરાબાદમાં છે. કંપનીની સ્થાપના ૧૯૮૯માં પીપી રેડ્ડીએ કરી હતી, જે આજે દેશના સૌથી મોટા ધનિકોની યાદીમાં સામેલ છે.

મહારાષ્ટ્ર્ર સરકારની મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી એ આ પ્રોજેકટ માટે ટેન્ડર બહાર પાડું હતું. આ પ્રોજેકટ હેઠળ સંજય ગાંધી નેશનલ પાર્ટ હેઠળ બે રોડ ટનલ બનાવવાની હતી. માત્ર એમઈઆઈએલ કંપનીની બિડનો જવાબ આપવામાં આવ્યો હતો. ત્યારપછી મુંબઈની એન્જિનિયરિંગ કંપની લાર્સન એન્ડ ટર્બેાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે અસ્પષ્ટ્ર કારણોસર તેની બિડ ફગાવી દીધી હતી.

એલ એન્ડ ટી કંપનીએ હાઈકોર્ટમાં બે અરજી દાખલ કરી હતી. પહેલી અરજીમાં પેકેજ ૧ પ્રોજેકટ એટલે કે બોરીવલી તરફ નિર્માણ પામી રહેલી ૫.૭૫ કિમી ટનલને લઈને પક્ષપાતની વાત થઈ હતી. યારે બીજી અરજીમાં પેકેજ ૨ એટલે કે થાણે તરફ તૈયાર કરવામાં આવી રહેલી ૬.૦૯ કિમી ટનલ અંગે, એવું કહેવામાં આવ્યું હતું કે સફળ બિડર હોવા છતાં તેમની બિડ નકારી કાઢવામાં આવી હતી. આ પછી એમએમઆરડીએએ કોર્ટને કહ્યું હતું કે નાણાકીય બિડ ખોલ્યા પછી, એલએન્ડટી કંપનીએ ખામીઓને સુધારવા માટે અરજી કરી હતી. નિયમો અનુસાર આને મંજૂરી આપી શકાય નહીં. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ સંસદમાં મેઘા એન્જિનિયરિંગ કંપનીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આ ટેન્ડરમાં જે કંપની મેઘા એન્જિનિયરિંગ જીતી હતી તેણે આ પ્રોજેકટ પૂરો કર્યેા અને સરકારે એક પ્રોજેકટમાં ૫ કરોડ પિયાની બચત કરી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application