ભોગાત અને પોસીત્રા ગામે જુગાર દરોડામાં ૧૪ શખ્સો ઝડપાયા

  • July 19, 2023 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસે પટ્ટમાંથી ૨૪ હજારની મત્તા કબ્જે લીધી

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે આવેલી સરકારી સ્કૂલની બાજુમાં બેસી અને જાહેરમાં ગંજીપતા વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા શૈલેષ હરદાસ ભાટીયા, સાજા હરજુગ રૂડાચ, ગોવિંદ જેઠા ભાટીયા, દેવશી નગા કરંગીયા, ભકુ કાના કંડોરીયા, લગધીર શિવા ભાટીયા અને જીવા સીદા કરમુર નામના સાત શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂ. ૧૨,૨૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અન્ય એક દરોડામાં ઓખાથી આશરે ૨૮ કી.મી. દૂર પોશીત્રા ગામે ગત સાંજે સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા રામ વશરામ તાવડીવાળા, ખીમજી જેરામ તાવડીવાળા, લાલજી માવજી તાવડીવાળા, ગોપાલ રણછોડ અરવિંદ જેરામ, મેહુલ દામજી અને સુલેમાન ઈશાક ચાવડા નામના સાત શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા ૧૨,૫૫૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application