રાજકોટ પડધરી પોલીસે મકાનમાં દરોડો પાડી રૂ.૪.૬૨ લાખનો ૧૩૪૨ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દારૂના જથ્થા સાથે મકાન માલિકને ઝડપી લઇ એકટિવા, સ્કોર્પિયો સહિત રૂ.૧૫.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ શખસ દારૂ કોને સપ્યાલ કરતો હોવા અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,પડધરી પીઆઈ એમ.જી.ચૌહાણની રાહબરીમાં એએસઆઈ ભગીરથસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ સાગરભાઈ ખટાણા, અશોકભાઈ ડાંગર અને વસંતભાઈ ભુંડીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળેલ કે, પડધરીનો રાજદિપસિંહ ચૌહાણ પોતાના રહેણાંક મકાનેથી પોતાની ગાડીમાં વિદેશી દારૂ ભરી વેચાણ સપ્યાલ કરવા નીકળનાર છે, જે બાતમીના આધારે ટીમે પડધરી શાક માર્કેટ બજાર નજીક વાલજીભાઈ પાર્કમાં રીધ્ધી સિધ્ધી સ્કુલની બાજુમાં આવેલ મકાનમાં દરોડો પાડી ત્યાં હાજર શખસની પુછતાછ કરતા તેણે પોતાનું નામ રાજદિપસિંહ વિજયસિંહ ચૌહાણ (ઉ.વ.૨૮) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઘરમાં તપાસ કરતાં ફળીયામાં એક એક્ટીવા પડયું હોવાનું જોવા મળ્યુ હતું એક્ટીવાની ડેકી ખોલી જોતા ઈંગ્લીશ દારૂની કંપની બોટલો ભરેલ જોવામાં આવેલ જેથી ૩૫ દારૂની બોટલ કબજે કરી મકાનના ફળીયામાં એક સ્કોર્પીયો કાર જોવામાં આવેલ જે કારમાં જોતા અલગ અલગ બ્રાન્ડની દારૂની ૮૬ બોટલ મળી આવેલ તેમજ કારની ડેકીમા એક નંબર પ્લેટ પડી હતી અને કારમાં આગળ પાછળ નંબર જોતા નંબર પ્લેટ જોવામાં આવેલ નહીં. જે બાદ ઘરમાં તપાસ કરતાં દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન દારૂની બોટલ ૧૩૪૨ રૂ.૪.૬૨ લાખ, સ્કોર્પિયો કાર, એક્ટિવા સહિત કુલ રૂ.૧૫.૪૨ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. હાલ પોલીસે આ દારૂ ક્યાંથી લાવ્યો અને ક્યાં સપ્લાય કરવાનો હતો? તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application