પોરબંદરમાં જીલ્લાકક્ષાની શાળાકીય ચેસ સ્પર્ધામાં ૧૩૧ ખેલાડીઓ જોડાયા

  • August 20, 2024 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરની શ્રી દત્તસાંઈ વિદ્યાલય ખાતે શાળાકીય જીલ્લાકક્ષાની ચેસ સ્પર્ધામાં અધધધ ૧૩૦ થી વધુ ખેલાડીઓએ શતરંજની ચાલ રમી હતી.
પોરબંદર જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા આયોજિત ૬૮મી શાળાકીય સ્પર્ધા અંતર્ગત જીલ્લાકક્ષાની ચેસસ્પર્ધાનું પોરબંદરની શ્રી દત્તસાઈ વિદ્યાલય  ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં પોરબંદરના ત્રણેય તાલુકાની જુદી-જુદી શાળાના કુલ અધધધ ૧૩૧ જેટલા બાળકોએ અંડર-૧૪,૧૭,૧૯ભાઈઓ તથા બહેનો વયજુથમાં ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં જીલ્લાના તમામ શાળાના ખેલાડીઓએ ઉત્સાહ બતાવતા ગયા વર્ષ કરતા બમણી સંખ્યામાં પ્રતિસાદ મળ્યો હતો.આ સ્પર્ધાના દીપ પ્રાગટ્ય સમારંભમાંજીલ્લા રમતગમત અધિકારી ડો. પ્રવિણાબેન પાંડાવદરા, દતસાંઈ વિદ્યાલયના ટ્રસ્ટી રાજેશભાઈ જોષી,ઓલ ઈન્ડિયા પોસ્ટ ચેસ ચેમ્પિયન તથા ૪૦ થી વધુ વર્ષના અનુભવી ચેસ ખેલાડીજીતેન્દ્રભાઈ જોષી,ચેસ એશોશિયેશનના દિવ્યેશભાઈ થોભાણી,દતસાંઈ વિદ્યાલયના આચાર્ય દિવ્યાબેન બાપોદરા ઉપસ્થિત રહ્યા હતા.પોરબંદર જીલ્લા રમત-ગમત અધિકારી ડો. પ્રવિણાબેન પાંડાવદરા તથા મંચસ્થ મહાનુભાવોએ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી આ સ્પર્ધાને શરૂઆત કરી હતી.આ સ્પર્ધાના સ્વિસ સિસ્ટમ દ્વારા રમાડવામાં આવેલ જેમાં વિવિધ વયજુથમાં ખેલાડીઓની સંખ્યાને આધારે અલગ-અલગ રાઉન્ડનું ફિડે માન્ય સ્વિસ મેનેજર સોફ્ટવેર દ્વારા સંચાલન હાથ ધરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધામાં અંડર-૧૪અંડર-૧૪ ભાઈઓમાં ૪૬, અંડર-૧૪ બહેનોમાં ૩૦, અંડર-૧૭ ભાઈઓમાં ૩૮, અંડર-૧૭ બહેનોમાં ૧૨, અંડર-૧૯ ભાઈઓમાં ૫ ખેલાડીઓએ સહિત કુલ ૧૩૧ ખેલાડીઓએ હતા.તમામ વયજુથના ખેલાડીઓ વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે અને સારું પ્રદર્શન કરી શકે એ માટે ટેબલ-ખુરશીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.આગામી સમયમાં દરેક વયજુથના ખેલાડી રાજયકક્ષાની સ્પર્ધામાં પોરબંદર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. 
આ સ્પર્ધામાં ચીફ આર્બીટર તરીકે દિવ્યેશભાઈ થોભાણી તથા આર્બીટર તરીકે કમલભાઈ માખેચા, કરશનભાઈ ઓડેદરા, દિવ્યેશભાઈ જોષી, મહેશભાઈ નાંઢા, મહેન્દ્રભાઈ ડોડિયા, શાળાના વ્યવસ્થાપક મુકેશભાઈ થાનકી વગેરે લોકોએ સેવા આપી હતી.આ સ્પર્ધાના ક્ધવીનર તથા ટુર્નામેન્ટ ડાયરેક્ટર તરીકે મૈત્રેયભાઈ સોનેજીએ સેવા આપેલ હતી.આમ શાંતિપૂર્વક ૬૮મી શાળાકીય સ્પર્ધાનું જીલ્લાકક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application