આગામી તા.૨૬ મે ના પીએમના કચ્છ કાર્યક્રમ માટે રાજકોટ એસટી ડિવિઝનની ૨૬૦ સહિત સૌરાષ્ટ્રના અન્ય વિવિધ ડિવિઝનની કુલ ૬૫૦ બસ અને રાજ્ય સ્તરે કુલ ૧૩૦૦ એસટી બસ ફાળવવામાં આવનાર હોય આ દિવસે સૌરાષ્ટ્રમાં કુલ ૨૫૦૦ જેટલા એસટી બસ રૂટ રદ થશે તેમ જાણવા મળે છે.
વિશેષમાં એસટી નિગમના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, આગામી તા.૨૬-મે ને સોમવારે વડાપ્રધાનની સંભવિત કચ્છ મુલાકાતના પગલે તૈયારીનો ધમધમાટ શરૂ થયો છે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી મેદની લાવવા-લઈ જવા માટે ૧૩૦૦ એસટી બસો રોકવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે.કચ્છમાં વડાપ્રધાનની વિશાળ જાહેર સભા યોજાશે જેમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ હાજર રહે તેવી તૈયારી થઈ રહી છે જે અન્વયે લોકોને આ સ્થળે લાવવા-લઈ જવા માટે રાજકોટ ડિવિઝનની ૨૬૦, કચ્છ એસ.ટી.ડિવિઝનની ૨૬૦, પાલનપુર ડિવિઝનની ૧૬૦, જામનગર ડિવિઝનની ૧૩૦ અમરેલીની ૧૦૫ અને જુનાગઢ ડિવિઝનથી ૧૫૫ સહિત આશરે ૧૩૦૦ એસટી.બસો આ માટે ફાળવાશે. જેના કારણે સૌરાષ્ટ્રમાં એસ.ટી.બસોના અંદાજે અઢી હજાર રૂટ રદ કરાશે જેથી હજારો મુસાફરોને આ દિવસે એસ.ટી.બસ સેવા મળશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈરાન અને US વચ્ચે પરમાણુ કાર્યક્રમ પર રોમમાં પાંચમા રાઉન્ડની વાતચીત
May 23, 2025 09:30 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech