કાળીયાબીડમાં ૧૩ દિવાલ, ૧૪ શેડ હટાવાયા

  • September 04, 2024 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના જુદા જુદા વિસ્તારોમાં દબાણોનો રાફડો ફાટયો છે, ત્યારે તંત્ર દ્વારા સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવે તો પણ વર્ષ સુધી દબાણો ખુટે તેમ નથી, આજે કાળિયાબીડ વિસ્તારમાં ગેરકાયદે ૧૩ દીવાલ, ૧૪ શેડ હટાવ્યા હતા.  ભાવનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ સેલની ટીમ દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં સૌથી મોટી વસાહત ભાખલપરા, કાળીયાબીડ, ગોલ્ડન સિટીથી સરદાર પટેલ ઈન્સ્ટિટયુટ સુધીના રોડ પરના દબાણો સામે જેસીબી ફેરવાયુ હતું, જેમાં ગેરકાયદે ૧૩ દિવાલ, બે પાણીની ચોકડી, ૧૪ શેડ, ૨૩ ઓટલા તેમજ બે બાથરૂમના દબાણો ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. જયારે ભરતનગર વિસ્તારમાં  કાર્તિક ટેર્નામેન્ટ પાસેથી ગેરકાયદે બનાવેલો ઓટલો તોડી પાડવામાં આવ્યો હતો. અને ભરતનગર શાકમાર્કેટ વાળા ખાંચામાં એક શેડ સહિતના નાના-મોટા દબાણો હટાવી માલ-સામાન જપ્ત કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application