સૌરાષ્ટ્ર્રમાં ૧૩ ડેમમાં અડધોથી દોઢ ફટની આવક; આજી–૨ અને ન્યારી–૨ સહિત નવ ડેમ ઓવરફ્લો

  • September 21, 2023 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકા અને રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના કુલ ૮૨માંથી ૧૩ ડેમમાં અડધોથી દોઢ ફટ સુધી નવા નીરની આવક થઇ છે, યારે રાજકોટ શહેરની ભાગોળે જામનગર રોડ ઉપર આવેલા આજી–૨ (આજી–૨ ડેમ ફકત સિંચાઇ હેતુનો ડેમ છે અને રાજકોટની ડ્રેનેજનું પાણી આજી નદીમાં થઇને તેમાં ઠલવાય છે) અને ન્યારી–૨ ડેમ સહિત કુલ નવ ડેમ આજે સવારની સ્થિતિએ ઓવરલો યથાવત છે. યારે સાત ડેમ સાઇટ ઉપર સામાન્ય વરસાદ નોંધાયો છે.

વિશેષમાં રાજકોટ સિંચાઇ વિભાગના લડ કન્ટ્રોલ મના સૂત્રોએ જણાવ્યું હતું કે ગત સવારે સાતથી આજે સવારે સાત સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં રાજકોટ જિલ્લામાં આજી–૨માં ૦.૨૩ ફટ, આજી–૩માં ૦.૩૩ ફટ, વેરીમાં ૦.૨૩ ફટ, ન્યારી–૧માં ૦.૧૬ ફટ, મોરબી જિલ્લામાં મચ્છુ–૧માં ૦.૦૩ ફટ, મચ્છુ–૨માં ૦.૦૩ ફટ, ડેમી–૨માં એક ફટ, બંગાવડીમાં ૦.૬૬ ફટ, બ્રાહ્મણીમાં ૦.૩૦ ફુટ, જામનગર જિલ્લામાં રંગમતીમાં ૧.૩૫ ફટ, ઉન્ડ–૨માં ૦.૨૬ ફટ, સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો–૧માં ૦.૧૩ ફટ, ફલકુમાં અડધો ફટ પાણીની આવક નોંધાઇ છે. સૂત્રોએ ઉમેયુ હતું કે આજે સવારની સ્થિતિએ રાજકોટ જિલ્લામાં આજી–૨, ન્યારી–૨, મોરબી જિલ્લામાં ધોડાધ્રોઇ, મચ્છુ–૩, જામનગર જિલ્લામાં ફુલઝર–૧, સપડાં, કંકાવટી, વાડીસંગ, ઉમિયાસાગર સહિતના જળાશયો ઓવરલો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application