શહેરમાં ધાર્મિક સ્થળો પાસે રાતવાસો કરનારા ૧૩ ભિક્ષુકોને રેન બસેરામાં ખસેડાયા

  • November 27, 2024 10:47 AM 

મનપાની એસ્ટેટ શાખા તથા આઇસીડીએસ શાખાની ટુકડી દ્વારા તમામ ભિક્ષુકોને સીટી બસ મારફતે હાપા લઈ જવાયા


જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તેમજ આઇસીડીએસ શાખા દ્વારા શહેરના જુદા જુદા ધાર્મિક સ્થળો ના દ્વારે ઠંડીમાં સૂઈ રહેલા નાગરિકોને રક્ષણ આપવાના ભાગરૂપે સેલ્ટર હોમમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને ૧૩ જેટલા ભિક્ષુકોને હાપા સેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા.


ગઈકાલે રાત્રે ભીડભંજન મહાદેવ મંદિરના દ્વારે તેમજ દાંડિયા હનુમાનના મંદિરના દ્વારે, ઉપરાંત બાલા હનુમાન મંદિર નજીક રાત્રિના સમયે ઠંડીમાં બહાર સૂઈ રહેલા ઘર વિહોણા નાગરિકોને સમજાવટ કરીને સીટી બસમાં બેસાડ્યા હતા અને તમામને હાપા ના રેંન બસેરામાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામ લોકો માટે  ચા પાણી નાસ્તો ભોજન રહેવા ઓઢવાની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવી છે.


જામનગર મહાનગર પાલિકા ના મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી તથા અન્ય અધિકારીઓની ટીમ દ્વારા એસ્ટેટ શાખા તથા આઇસીડીએસ શાખાની ટુકડી મારફતે શહેરમાં હજુ પણ આવા  જુદા જુદા ધાર્મિક સ્થળો સહિતની જગ્યાએ જો કોઈ નાગરિકો- ભિક્ષુકો ઠંડીમાં બહાર સૂઈ રહેલા હશે, તો તેઓને રેન બસેરા માં ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application