સૌ. યુનિ.માં વિધાર્થીઓને આપવાના ૧૨૮ ટેબલેટનો હિસાબ મળતો નથી

  • September 06, 2024 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાયભરની યુનિવર્સિટીના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિધાર્થી ઓને માત્ર ૧,૦૦૦ના મામૂલી ભાવે ટેબલેટ આપવાની ગુજરાત સરકારની જૂની યોજના માં વિધાર્થીઓને ફાળવવામાં આવેલા ૧૨૮ ટેબલેટ નો હિસાબ ન મળતા સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી ના સત્તાવાળાઓ દોડધામમાં પડી ગયા છે ખરેખર આ તમામ ટેબલેટ વિધાર્થીઓને ફાળવવામાં આવ્યા છે તે કોઈ અધિકારી કે પદાધિકારી ને ત્યાં પગ કરી ગયા છે તેવા સવાલો પૂછાઇ રહ્યા છે.
એલા થોડા દિવસોથી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં ટોપિક બનેલા આ પ્રકરણમાં અત્યારે તો કોઈ કશું કહેવા તૈયાર નથી થતો પરંતુ ફલપતિ કમલસિંહ ડોડીયા નો સંપર્કતા જ હતા તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૯ ૨૦૨૨ દરમિયાન વિધાર્થી ઓને ફાળવવા માટેના ૧૨૮ ટેબલેટ નો હિસાબ મળતો ન હોવાથી આ સંદર્ભે મેં તપાસ સમિતિની રચના કરી છે અને શારીરિક શિક્ષણ વિભાગ તથા ઓડિટ વિભાગને અધિકારીઓને તપાસ કરી રિપોર્ટ શોપવા જણાવ્યું છે.
સરકાર તરફથી વિધાર્થી ઓને ૧,૦૦૦ માં આપવામાં આવતું ટેબલેટ આમ તો પિયા ૮૦૦૦ ની કિંમતનું થાય છે અને તેમાં પડકાર ૭૦૦૦ પિયા જેટલી સબસીડી આપી વિધાર્થી ઓને ટેકનોલોજી નો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
યુનિવર્સિટીના સુત્રોના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા આ બાબત બહાર આવ્યા પછી તેનો પ્રાથમિક સર્વે કરાતા આવા ૨૮ ૧૨૮ કિસ્સામાં ગોલમાલ ની શંકા જન્મી છે કદાચ આનાથી વધુ પણ હોઈ શકે અને ઓછા પણ હોઈ શકે પરંતુ કયાંક કશું ખોટું થયું છે અને આમાં શું ખોટું થયું છે તથા કોની જવાબદારી છે તે નક્કી કરવાની દિશામાં તપાસ ચાલી રહી છે.
વિધાર્થીઓને આપવાના ટેબલેટની યોજના ગુજરાત સરકારની યોજના હતી. ૨૦૧૮– ૧૯ ના વર્ષથી આ યોજનાની શઆત કરવામાં આવી અને ૨૦૨૧ –૨૨ના વર્ષ સુધી આ યોજના ચાલતી હતી, વિધાર્થીઓ પાસેથી ૧૦૦૦ ઉઘરાવીને સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી ખાતે જમા કરાવવાના હતા. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી ખાતે ટેબલેટ આવી જાય પછી તેની વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવતી દરેક કોલેજને યુનિવર્સિટીના મથક ઉપર બોલાવીને આ ટેબલેટના બોકસ આપવામાં આવતા હતા અને જે તે કોલેજ દરેક વિધાર્થીઓ સુધી પહોંચાડે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. ડિજિટલ ગુજરાતની વેબસાઈટ ઉપર ટેબલેટ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરવાનું થતું હતું. વિધાર્થીઓ ટેકનોલોજીમય બને ડિજિટલ બેન્કિંગ ડિજિટલ એયુકેશન પ્રા કરતા થાય તે માટેના શુભ ઉદ્દેશ્ય આ ટેબલેટ ની યોજના સાથે જોડાયેલા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News