તખ્તેશ્ર્વર વોર્ડમાંથી ૧૨.૫ ટન કચરાનો નિકાલ કરાયો

  • September 03, 2024 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દૈનિક ધોરણે વોર્ડ વાઇઝ સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમા તખતેશ્વર વોર્ડમાથી ૧૨.૫ ટન કચરાનો નિકાલ કરાયો હતો.
શહેરના વિદ્યાનગર મેઈન રોડ, કે. આર દોશી શાળા માર્ગ, અશોક દવે માર્ગ, રસાલા મેદાન પાસે, રબ્બર ફેક્ટરી પાસે, સહકારી હાટ પાસે જેવા વિસ્તારોમાં આવેલ ડીવાઈડર તેમજ રસ્તા ઉપરના ઈઉ વેસ્ટ, ખરાબો,ગાંડા બાવળ,પડતર ઢગલાઓ, પડતર પ્લાસ્ટીક, બિનજરૂરી વનસ્પતીઓ વિગેરે માટે કુલ ૧ ઉંઈઇ, ૧ ટ્રક તથા ૧ ટ્રેકટર તથા ૩૭ સફાઇ કામદારો દ્વારા કચરો એકત્રિત કરી તેનો નિકાલ કરાયો હતો. ટ્રકના કુલ ૩ અને ટ્રેક્ટરના કુલ ૨ ફેરા કરવામાં આવ્યા હતા. ૩૭ સફાઈ કામદારો દ્વારા કુલ ૨૯૬ કલાક કામગીરી કરીને અંદાજિત ૧૨.૫ ટનજેટલો ઈઉ વેસ્ટ, કચરો, બાવળ, ઝાડી ઝાંખરા, પ્લાસ્ટીક, ખરાબો વિગેરે એકત્રિત કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application