રાજકોટ શહેરમાં સાતમ આઠમના તહેવારોમાં પાંચ દિવસમાં કુલ ૩૨ ઈંચ અને સમગ્ર ચોમાસા દરમિયાન આજ દિવસ સુધીમાં કુલ બાવન ઈંચ જેવો ભારે વરસાદ વરસી જતા શહેરના ત્રણેય ઝોન હેઠળના કુલ ૧૮ વોર્ડમાં મુખ્ય ૪૮ રાજમાર્ગેા ઉપરાંત સોસાયટીના આંતરિક રસ્તાઓ તેમજ બજારોમાં ડામર રોડ ઉપર ઠેર–ઠેર ખાડા પડી ગયા હોય શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠા છે. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ દ્રારા સમગ્ર શહેરમાં વોર્ડવાઇઝ મુખ્ય માર્ગેા તેમજ આંતરિક રસ્તાઓ ઉપરના ખાડાનો સર્વે કરવા આદેશ કરાયો હતો. તાજેતરમાં આ અંગેની કામગીરી પૂર્ણ થતાં શહેરમાં કુલ ૩૭.૮૪ કિલોમીટરના ડામર રસ્તાઓ ઉપર નાના–મોટા મળી કુલ ૧૨,૦૦૦ ખાડા પડા હોવાનું ફાઇનલ સર્વે રિપોર્ટમાં જણાવાયું છે, દરમિયાન આ ડામર રસ્તાઓ રિપેર કરવા સરકાર પાસે કુલ .૭૭.૬૧ કરોડની ગ્રાન્ટ આપવાની માંગણી રજૂ કરતો પત્ર મહાપાલિકા દ્રારા પાઠવવામાં આવ્યો છે.
વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ ન્યુ રિંગ રોડ અને ૧૫૦ ફટ રિંગ રોડ ઉપર નવેસરથી પેવર કરવો પડશે તે માટેના .૩૦ કરોડ સહિત .૭૭.૬૧ કરોડની ગ્રાન્ટ આપવા મહાનગરપાલિકા દ્રારા સરકારમાં પત્ર પાઠવીને જાણ કરવામાં આવી છે. મુખ્ય માર્ગેા, બજારો, સોસાયટીઓના આંતરિક માર્ગેા વિગેરેને નુકસાનના વોર્ડવાઇઝ સર્વેનો ફાઇનલ રિપોર્ટ જાહેર થયો છે.
અલબત્ત આશ્ચર્યજનક બાબત એ છે કે પ્રતિ વર્ષની જેમ ડામર રસ્તા ખરાબ થવા કે ખાડા પડવા મામલે મેઘરાજાને જ દોષિત માની લેવામાં આવ્યા છે અને ડામર રસ્તાઓ બનાવનાર કોન્ટ્રાકટર એજન્સીઓને જાણે આગોતરી કિલન ચીટ આપી દેવામાં આવી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. શંકાસ્પદ મુદ્દો એ પણ છે કે ડામર રસ્તાઓ ઉપર કયાં કેટલા ખાડા પડા તેનો સર્વે થાય છે પરંતુ કયાં આગળ કયો રોડ ગેરંટી કે વોરંટી પિરિયડની શરતો સાથે કયા કોન્ટ્રાકટરે બનાવ્યો હતો છતાં કેમ કરતા તુટો તેવી બાબતોનો કોઇ સર્વે કયારેય કરાતો નથી. વાત રહી વરસાદની તો છેલ્લા એક દાયકામાં મતલબ કે વર્ષ ૨૦૧૪થી ૨૦૨૪ સુધીમાં અનેક વખત બાવન ઈંચથી વધુ વરસાદ રાજકોટ શહેરમાં વરસ્યો છે, ૨૦૧૯માં તો ઓલ ટાઇમ હાઇ રેકોર્ડબ્રેક ૬૨ ઈંચ વરસાદ વરસ્યો હતો તેમ છતાં ડામર રસ્તાઓને આટલું નુકસાન થયું ન હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech