અધ્યાપક સહાયકોના ફિક્સ પગારમાં માસિક પિયા 12,000નો વધારો

  • September 14, 2024 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાતની જુદી જુદી બિનસરકારી અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયકના ફિક્સ પગારથી ફરજ બજાવતા અધ્યાપકોને હવે તેના માસિક પગારમાં 12,000 જેટલો વધારો કરવાનો નિર્ણય ગુજરાત સરકારે લીધો છે અને તે અંગેનો પરિપત્ર ઉચ્ચ શિક્ષણ વિભાગના ઉપસચિવ અંકુરકુમાર ઉપાધ્યાયે કર્યો છે.
અધ્યાપક સહાયકોને અત્યાર સુધી દર મહિને રૂપિયા 40,176 આપવામાં આવતા હતા. પરંતુ સરકારના આ પરિપત્રથી હવે માસિક પગાર
રૂપિયા બાવન હજાર થઈ ગયો છે. સરકારે પોતાના પરિપત્રમાં જણાવ્યું છે કે ગુજરાતની બિનસરકારી અનુદાનિત કોલેજના ફિક્સ પગાર મેળવતા વિનિયન વાણિજ્ય વિજ્ઞાન કાયદો અને શિક્ષણ વિદ્યાશાખાની કોલેજોના અધ્યાપકોને તેનો લાભ મળશે.
અધ્યાપક સહાયકોના પગાર વધારા માટે ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સતત રજૂઆતો કરવામાં આવતી હતી. આ મામલે આંદોલન પણ થયા છે. છેવટે સરકારે આ માગણી સ્વીકારીને પગારમાં 30 ટકાનો વધારો જાહેર કરતા અધ્યાપકોમાં આનંદની લાગણી ફેલાવા પામી છે. મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીનો આ માટે મંડળ દ્વારા આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.
અધ્યાપકોની માગણી સંદર્ભે ઉચ્ચ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સરકારમાં તારીખ 16 માર્ચ 2024 ના રોજ ભલામણ કરવામાં આવી હતી. વહીવટી પ્રક્રિયા અને મંજૂરીના મામલે છેલ્લા છ મહિના સુધી ફાઈલ એક ટેબલથી બીજા ટેબલ સુધી ફયર્િ પછી 13 સપ્ટેમ્બરના રોજ નાણા વિભાગે મંજૂરી આપી છે અને ત્યાર પછી શિક્ષણ વિભાગે આ સંદર્ભે આદેશ જાહેર કયર્િ છે.
ઉચ્ચ શિક્ષણ વિભાગના ઉપસચિવે કરેલા આ પરિપત્રની નકલ તમામ યુનિવર્સિટીઓના રજીસ્ટ્રાર, આચાર્યો વગેરેને પણ મોકલવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application