આટકોટ પાસે બે કારમાંથી ૧૨૦૦ લીટર દેશીદારૂનો જથ્થો ઝડપાયો

  • October 26, 2024 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજકોટ ભાવનગર હાઈવે પર વોચ ગોઠવી આટકોટ– ગોંડલ ચોકડી પાસે ફિલ્મી ઢબે પીછો કરી દેશી દાના જથ્થાની હેરફેર કરનાર બે વાહનો ઝડપી લીધા હતા. પોલીસે આ વાહનોમાંથી ૧૨૦૦ લિટર દેશી દાનો જથ્થો કબજે કર્યેા હતો. દરોડા દરમિયાન બે ડ્રાઇવરને ઝડપી લીધા હતા જેમની પૂછતાછમાં દેશી દાનો આ જથ્થો ચોટીલાના ખાટડીથી ભરી મેટોડા જીઆઇડીસી તરફ લઈ જતા હતા. દા પ્રકરણમાં રાજકોટ અને ચોટીલાના શખસો મળી પાંચ શખસના નામ ખુલ્યા હતા. પોલીસે દાનો જથ્થો બે વાહન સહિત પિયા ૭.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કરી અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના પીએસઆઇ બી.એન.ગોહિલ તથા તેમની ટીમે રાજકોટ ભાવનગર હાઈવે પર ઇનોવા અને સેન્ટ્રો કારનો પીછો કરી આટકોટ નજીક ગોંડલ ચોકડી પાસે આ બંને કારને અટકાવી તેમાં તપાસ કરતા સેન્ટ્રો અને ઇનોવા કારમાંથી ૧૨૦૦ લીટર દેશી દાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દેશી દાના આ જથ્થા સાથે બે ડ્રાઇવર ધનજી ખેંગારભાઈ ચૌહાણ (ઉ.વ ૪૩ રહે માંડા ડુંગર, પીઠડ આઈ સોસાયટી, રાજકોટ) અને જયરાજ કનુભાઈ બોરીચા(ઉ.વ ૩૩ રહે. બ્લોક નંબર–૨ હરિ ઓમ પાર્ક સોસાયટી, રાજકોટ)ને ઝડપી લીધા હતા. પોલીસે દાનો આ જથ્થો બે કાર, મોબાઈલ સહિત કુલ પિયા ૭.૫૨ લાખના મુદ્દામાલ કબજે કર્યેા હતો. ઝડપાયેલા બંને શખસોની પુછતાછ કરતા ચોટીલા પંથકથી દાનો આ જથ્થો ભરી મેટોડા જીઆઇડીસી તરફ જઈ રહ્યા હોવાની કબુલાત આપી હતી. એટલું જ નહીં દાનો ધંધો રાજકોટનો રાજુ કાઠી ચલાવતો હોય તેમજ દાનો જથ્થો પૂરો પાડનાર તરીકે ચોટીલાના અનકુનું નામ ખુલ્યું હતું આ ઉપરાંત દાનો જથ્થો મંગાવનાર તરીકે ફુલજર ગામના વનરાજ પીભાઈ વીકમાં અને ચેતન મેભાઈ વિકમાના નામ ખુલ્યા હતા. દાનો જથ્થો ગ્રાહક સુધી પહોંચાડનાર તરીકે ફુલઝરના કુલદીપ મેભાઈ વીકમાનું નામ ખુલ્યું હતું. આ મામલે એસએમસી આટકોટ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા બે શખ્સ અને પાંચ વોન્ટેડ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application