2001માં 10 ગ્રામના રૂ. 4300ના ભાવે સોનું ખરીદનાર આજે રૂ. 81000ના ભાવે વેચે તો એલટીસીજીનો મોટો બોજો આવશે.
આવકવેરાના નવા નિયમોને કારણે તમે જૂનું સોનું વેચીને તેની સામે આજે નવું સોનું ખરીદશો તો તેને જૂનું સોનું વેચીને નવું સોનું ખરીદ્યું હોવાનું માની લેવામાં આવશે અને તેના પર તમારે કેપિટલ ગેઈન પેટે ચૂકવવો પડશે. કારણ કે 2024-25ના વર્ષના બજેટમના માધ્યમથી ઘડવામાં આવેલા નવા નિયમો હેઠળ તમારે તેના પર કેપિટલ ગેઈન ભરવાની જવાબદારી આવશે. લોન્ગ ટર્મ કેપિટલ ગેઈનના નિયમ મુજબ તમે વેચેલા જૂના સોનાની કિંમત પર તમારે 12.5 ટકાના દરે લોન્ગટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે.
2001 સાલમાં કોઈએ રૂ. 4300ના ભાવે 10 ગ્રામ સોનું ખરીદ્યું હશે અને આજે તે જ સોનું 10 ગ્રામના રૂ. 81000ના ભાવે વેચી દેવામાં આવે તો તેવા સંજોગોમાં તેનો કેપિટલ ગેઈન ટેક્સ રૂ. 76700ની રકમના 12.5 ટકા જેટલો ચૂકવવો પડશે. આ ગણતરી કરતી વખતે તેને ઇન્ડેક્સેશનનો લાભ આપવાનું બંધ કરી દેવામાં આવશે. તેથી તેના જૂનું સોનું વેચવા પર લોન્ગટર્મ કેપિટલ ગેઈન ટેક્સની મોટી જવાબદારી ઊભી થશે.
સોનું ખરીદ્યા પછી બે વર્ષ બાદ તે દાગીના કે સોનું વેચશો તો તેના પર તમારે લોન્ગટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ૧૨.૫ ટકાના દરે ચૂકવવો પડશે. દાગીના ખરીદીને વચતા હશો તો મજૂરીનો ખર્ચ ભૂલી જવો પડશે. હવે તો લગડી પર લેબર ચાર્જ લેવામાં આવે છે. તેનું પણ નુકસાન જશે. તેવી જ રીતે બે વર્ષથી ઓછા સમયગાળામાં તે સોનું વેચવામાં આવશે તો તેના પર શોર્ટટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગુ પડશે. ડિજિટલ ગોલ્ડની ખરીદી અને વેચાણ પર પણ શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગુ પડે જ છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વ્યક્તિની આવક અને તેને લાગુ પડતા ટેક્સ સ્લેબ પ્રમાણે લાગુ પડે છે.
તમે સોનાના દાગીના ખરીદો ત્યારે તેની કિંમત ઉપર તમે ૩ ટકાના દરે ગુડ્સ એન્ડ સવસ ટેક્સ ચૂકવો જ છો. હવે તો ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને તમને આવક કરી આપતા મ્યુચ્યુઅલ ફંડ પર અને ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ પર પણ પહેલી એપ્રિલ ૨૦૨૫થી કેપિટલ ગેઈન ટેક્સના નવા નિયમો લાગુ પડશે. જોકે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં થતી ખરીદી અને વેચાણ પર 31મી માર્ચ 2025 સુધી કેપિટલ ગેઈન ટેક્સના જૂના નિયમો જ તેને લાગુ પડશે. અત્યારે ડેટ ફંડની કેટલીક સ્કીમને મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ તરીકે ઓળખાવવામાં આવે છે. જોકે તેના 35 ટકાથી વધુ નાણાં સ્થાનિક કંપનીઓના શેર્સમાં જ રોકવામાં આવી રહ્યા છે.
ગોલ્ડ મ્યુચ્યુઅલમાં કરેલું રોકાણ બે વર્ષ પૂરા થાય તે પૂર્વે જ એટલે કે 24 મહિના પહેલા જ વેચી દેવામાં આવે તો તેના પર શોર્ટટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે. વ્યક્તિની કુલ વાષક આવક જે સ્લેબમાં આવે તે પ્રમાણે એસટીસીજી લાગુ પડે છે. ચોવીસ મહિના પછી ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ વેચી દેવામાં આવે તો તેવા સંજોગોમાં તો તેના પર થયેલા લાભને લોન્ગટર્મ કેપિટલ ગેઈન ગણીને તેના પર 12.5 ટકાના દરે કેપિટલ ગેઈન ટેક્સ વસૂલવામાં આવશે. અત્યાર સુધી તેના પર ઇન્ડેક્સેશનનો આપવામાં આવતો લાભ હવે પછી આપવામાં આવશે નહિ.
ગોલ્ડ ઇટીએફ-એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં કરવામાં આવેલું રોકાણ બાર મહિનાની અંદજ વેચી દેવામાં આવશે તો તેના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે. લિસ્ટ થયેલા ગોલ્ડ ઇટીએફનું વેચાણ 12 મહિના પૂરા થયા પછી કરવામાં આવો તે તેના પર 12.5 ટકાના દરે લોન્ગટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વસૂલવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથ ચિંતન શિબિરમાં સહભાગી થવા અધિકારીઓ વેરાવળ રેલવે સ્ટેશન પહોંચ્યા
November 21, 2024 11:59 AMસોમનાથ ટ્રસ્ટ દ્વારા વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ટિફિન સેવાનો પ્રારંભ
November 21, 2024 11:58 AMજામનગરની હવામાં પ્રદૂષણનું સ્તર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચિંતાજનક
November 21, 2024 11:57 AMજો તમે બટેટાના શાકથી કંટાળી ગયા હોય, તો આ વખતે બનાવો તેના સ્વાદિષ્ટ પરોઠા
November 21, 2024 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech