જાનમાં હર્ષોલ્લાસથી જતા 12 જાનૈયાને કાળ ભેટી ગયો, ટ્રક અને કન્ટેનર વચ્ચે ભીષણ ટક્કર, 20થી 25ને ગંભીર ઈજા, મુંબઈ-અમદાવાદ હાઈવ પર દુર્ઘટના
જાનમાં હર્ષોલ્લાસથી જતા 12 જાનૈયાને કાળ ભેટી ગયો, ટ્રક અને કન્ટેનર વચ્ચે ભીષણ ટક્કર, 20થી 25ને ગંભીર ઈજા, મુંબઈ-અમદાવાદ હાઈવ પર દુર્ઘટના
May 18, 2026 06:14 PM
પાલઘરમાં મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. લગ્નની જાન લઈ જતી એક ટ્રક કન્ટેનર વાહન સાથે અથડાઈ હતી. આ ઘટનામાં 12 લોકોના મોત થયા છે, અને 20થી 25 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત પાલઘરના ધાનીવારી ખાતે થયો હતો. એવું જાણવા મળ્યું છે કે ટ્રકમાં 100થી વધુ જાનૈયા હતા. ઘાયલોને હાલમાં કાસા સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.