કુનોના જંગલમાં આવશે વધુ ૧૨ ચિત્તા

  • January 04, 2023 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઠ ચિત્તાઓને મોટા અનુકૂલન ઘેરામાં છોડાયા, કોઈમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ નહી : અશ્વિની કુમાર ચૌબે


દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તાઓની બીજી બેચ જાન્યુઆરીમાં ભારત પહોંચે તેવી શક્યતા છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના સૂત્ર મુજબ 12 ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં સ્થાનાંતરિત કરવા માટે દક્ષિણ આફ્રિકા સાથે ચર્ચા અંતિમ તબક્કામાં છે અને પ્રાણીઓ જાન્યુઆરીમાં આવે તેવી શક્યતા છે. કુનો નેશનલ પાર્કના અધિકારીઓએ કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વ ખાતે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની 20મી મીટિંગમાં સાત નર અને પાંચ માદા સહિત 12 ચિત્તાઓને સામેલ કરવાની તૈયારીઓ અંગે રજૂઆત કરી હતી.

ભારત આવનારા ચિત્તા છેલ્લા છ મહિનાથી દક્ષિણ આફ્રિકામાં ક્વોરેન્ટાઇનમાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઇન્ટરકોન્ટિનેન્ટલ ટ્રાન્સફર માટેના એમઓયુ પર હસ્તાક્ષર કરવાના બાકી છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ 'એક્શન પ્લાન ફોર ધ રીઇન્ટ્રોડક્શન ઑફ ચિત્તા ઇન ઇન્ડિયા' મુજબ, લગભગ 12-14 જંગલી ચિત્તા (8-10 નર અને 4-6 માદા) નવી વસ્તી સ્થાપિત કરવા માટે આદર્શરૂપ સાબિત થશે.
​​​​​​​

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના 72મા જન્મદિવસે 17મી સપ્ટેમ્બરે કુનો નેશનલ પાર્ક ખાતે નામીબિયન ચિત્તાઓની પ્રથમ બેચ, પાંચ માદા અને ત્રણ નર, ક્વોરેન્ટાઈન એન્ક્લોઝરમાં છોડ્યા હતા. પર્યાવરણ રાજ્ય પ્રધાન અશ્વિની કુમાર ચૌબેએ ગયા મહિને સંસદમાં માહિતી આપી હતી કે તમામ આઠ ચિત્તાઓને મોટા અનુકૂલન ઘેરામાં છોડવામાં આવ્યા છે અને તેમાંથી કોઈ પણ ક્વોરેન્ટાઈન હેઠળ નથી.

તેમણે કહ્યું હતું કે ચિત્તાઓમાં કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ નથી. 1952માં દેશમાંથી લુપ્ત થયેલી પ્રજાતિ જાહેર થયાના 70 વર્ષ બાદ ચિત્તા ભારત પરત ફર્યા છે. શિકાર અને રહેઠાણના નુકશાનને કારણે આ માંસાહારી પ્રાણી ભારત માંથી સંપૂર્ણપણે નાશ પામ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application