વિસાવદર તાલુકાના કાલસારી સેવા સહકારી મંડળીમાં ૧૨ લાખનું કૌભાંડ

  • April 21, 2023 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિસાવદર તાલુકા ભાજપના પૂવે પ્રમુખ અને કાલસારી ગ્રામ પંચાયત ના પૂવે સરપંચ એવા મધુ પદમાણી જે કાલસારી ગામની  મંડળીના પ્રમુખ છે તે અને તેના મંત્રી સહીત ૧૨ હોદ્દેદારોએ રૂ.૧૨ લાખનો ગોટાળો કર્યો હોવાની ફરીયાદ થતા વિસાવદર પોલીસમાં ગુનો દાખલ થતા પોલીસે મંડળીના વિસાવદરના કાલસારી સેવા સહકારી મંડળીના પ્રમુખ અને પ્રમુખ સહિત નવ હોદ્દેદારોની તાબડતોબ ધરપકડ પણ કરી લીધી છે. મંત્રી સહિતના કુલ ૧૨ હોદ્દેદારો સામે જુનાગઢ જિલ્લા સહકારી પોલીસ અન્ય ગંભીર ગુનાના આરોપીઓને ઝડપવા  તજવીજ કરી છે. અને પોલીસે બધાની રિમાન્ડ માંગતા સભ્યોની રિમાન્ડ ના મંજુર થઈ પણ પ્રમુખ મધુ પદમાણી ને બે દિવસ રિમાંડ પર લેવામાં આવ્યા છે. કાલસારી સેવા નથી કરતા કેટલાક  નાગરીકોએ રાજકીય ફરિયાદમાં આરોપીઓને પકડવા સહકારી મંડળી દ્વારા રુ.૧૨ લાખથી વધુની ઉચાપત કરવામાં આવતા રાજકારણમાં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે. ખેડૂતોના નાણા લઈ જમા ન કરાવ્યા, પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે.મંડળીના પૂર્વ મંત્રી સંજય વઘાસિયા સહિતના હજુ આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા છે. પોલીસે નાશી છૂટેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. હાલ વિસાવદર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે કાલસારી મંડળીના પ્રમુખ અને સભ્યો સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૦૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૭, ૧૧૪, ૩૪ અને ગુજરાત સહકારી ધારાની કલમ ૧૪૮ ૧ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​
કાલસારી સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂત ખાતેદારો પાસેથી નાણા જમા લેવામાં આવ્યા છે પણ તે નાણા બેંકમાં કે મંડળીમાં જમા કરાવ્યા નથી. આ ઉપરાંત અગાઉ થયેલી છેતરપિંડી અને બેંકના વિવિધ ઓડિટ પારા સહિતના મુદ્દે જેડીસીસી બેંક દ્વારા કાલસારી સેવા સહકારી મંડળીને નોટિસ પણ આપવામાં આવી હતી. વિસાવદર જેડીસીસી શાખાના મેનેજર અને કાલસારી સેવા સહકારી મંડળીના ફડચા  પ્રમુખ દ્વારા  પ્રમુખ તથા મંડળીના સભ્યો, મંત્રી,પૂર્વ મંત્રી સહિતનાઓ વિરુદ્ધ વિસાવદર પોલીસમાં ગુનો દાખલ કરાવતા પોલીસે કાલસારી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને ભાજપના આગેવાન એવા કાલસારી સેવા સહકારી મંડળીના પ્રમુખ મધુ જીવા પદમાણી, મણી માયા સરધારા,ગાંડુ મોહન ચાવડા, દુર્લભ લાધા ભાલીયા, રમેશ ભીખા કિકાણી, બાબુ ધનજી વઘાસિયા, કિરીટ બચુ ગોળ, ધીરુ પ્રેમજી વગેરેની ધરપકડ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application