ચીનમાં કોલસાની ખાણમાં થયેલા અકસ્માતથી ૧૨ના મોત, ૧૩ ઘાયલ

  • December 22, 2023 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચીનના હેલોંગજિયાંગ પ્રાંતમાં કોલસાની ખાણમાં મોટો અકસ્માત થયો છે. આમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. ચીની મીડિયાના અહેવાલો અનુસાર ઘાયલોને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના કારણોની તપાસ માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે.ચીનની આ દુર્ઘટના હેંગશાન જિલ્લાના કુન્યુઆન કોલસાની ખાણમાં બની હતી.ચીનની ખાણોમાં અકસ્માતો સામાન્ય છે, જોકે છેલ્લા ઘણા વર્ષોમાં મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.


રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના હેંગશાન જિલ્લાના કુન્યુઆન કોલસાની ખાણમાં થઈ હતી. ચીન કોલસાનો સૌથી મોટો ઉત્પાદક અને ઉપયોગકતર્િ છે.
હાલમાં જ ચીનમાં ભૂકંપ્ના આંચકાએ તબાહી મચાવી હતી. હવે વધુ એક અકસ્માતે અનેક લોકોના જીવ છીનવી લીધા છે. ચીનમાં કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 12 લોકોના મોત થયા હતા. આમાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના ચીનના હેલોંગજિયાંગ પ્રાંતની છે મીડિયા રિપોટ્ર્સ અનુસાર, અકસ્માતમાં ઘાયલ 13 લોકોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના કારણોની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીનમાં ખાણ અકસ્માતો સામાન્ય છે, પરંતુ તાજેતરના વર્ષોમાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે.

ભૂકંપમાં 134 લોકોના થયા હતા મોત
હાલમાં ચીન સતત કુદરતી આફતોથી ઘેરાયેલું છે. પહેલા રોગચાળો, પછી દુષ્કાળ, પૂર અને પછી ભૂકંપે હજારો લોકોના જીવ લીધા હતા. તમને જણાવી દઈએ કે તાજેતરના ભૂકંપમાં ઓછામાં ઓછા 134 લોકોના મોત થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application