ભાયંદરના ડાન્સ ગ્રુપ પર ફિલ્મ બનાવવાનું વચન આપ્યા બાદ ઉચાપત કરી : પોલીસે કેસ દાખલ નહી કરતા હાઇકોર્ટે ઓર્ડર આપતા ફરીયાદ નોંધાઇ
મુળ જામનગરના વતની અને બોલીવુડના જાણીતા કોરીયોગ્રાફર રેમો ડીસોઝા સહિત સાત સામે 12 કરોડની છેતરપીંડીનો હાઇકોર્ટના આદેશથી ગુનો દાખલ કરવામાં આવતા ચકચાર મચી છે, ભાયંદરના એક ડાન્સ ગ્રુપ પર ફિલ્મ બનાવવાનું કહયા બાદ છેતરપીંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ફરીયાદમાં કરાયેલા આક્ષેપો બાબતે પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે.
ભાયંદરના યુવાનોએ ભેગા મળીને વી અનબિટેબલ નામનું ડાન્સ ગ્રુપ બનાવ્યુ હતું, ઓમપ્રકાશ ચૌહાણ આ ગ્રુપના મેનેજર હતા તેમણે ગ્રુપનું સોશિયલ મિડીયા એકાઉન્ટ બનાવ્યુ હતું આ જુથે એક લોકપ્રિય ચેનલ પર સ્પધર્િ જીતી હતી એ બાદ તેમણે અમેરીકા ગોટ ટેલેન્ટમાં બીજુ સ્થાન મેળવ્યુ હતું, જાણીતા ડાન્સ ડિરેકટર રેમો ડિસોઝાએ પણ યુવાનોના જીવન પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી યુવકોના આરોપ અનુસાર તેમને વિવિધ સ્પધર્ઓિ અને ઇવેન્ટસમાંથી માનદ વેતન, ઇનામની રકમ, ફિલ્મો માટે મળેલી રકમ વગેરેની ઉચાપત કરી છે. આ અંગે નવઘર પોલીસ અને મીરા રોડ પોલીસમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી પરંતુ કેસ દાખલ કરવામાં ન આવતા આ યુવકોએ હાઇકોર્ટમાં ઘા નાખી હતી.
હાઇકોર્ટે કેસ દાખલ કરવાનો આદેશ આપ્યા બાદ મીરા રોડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો એમા રેમો ડિસોઝા એન્ટરટેઇનમેન્ટ કંપનીના ડાયરેકટર બોલીવુડના પ્રખ્યાત ડાન્સ ડાયરેકટર રેમો ડિસોઝા, તેમની પત્ની લિઝેલ ડિસોઝા, મેનેજર ઓમપ્રકાશ ચૌહાણ, કમિશનરેટના પોલીસ કમર્મચારી વિનોદ રાઉત, રમેશ ગુપ્તા, રોહિત જાધવ અને ફેમ પ્રોડકશન કંપની સહિતના સાત જણનો સહભાગ છે આરોપીઓએ કુલ 11.96 કરોડ પીયાની છેતરપીંડી કરી હતી.
હાઇકોર્ટના આદેશ બાદ આ કેસી તપાસ મીરા-ભભાયંદર, વસઇ-વિરાર પોલીસ કકમિશનરેટની ક્રાઇમ બ્રાન્સ-2ની ટીમને સોપવામાં આવી છે અમે આ મામલે તપાસ કરી રહયા છીએ આ બધુ છેલ્લા 6 વર્ષમાં બન્યુ છે અમે આરોપીઓની ચોકકસ ભુમિકા અને કેવી રીતે છેતરપીંડી આચરવામાં આવી તેની તપાસ કરી રહયા છીએ એમ ક્રાઇમ બ્રાન્ચ-2ના સિનીયર પીઆઇ શાહુરાજ રાણાવરેએ જણાવ્યુ હતું જયારે પોલીસ કર્મચારી વિનોદ રાઉત નવધર પોલીસ સ્ટેશનમા હતા ત્યારે તેઓ વિવાદનું સમાધાન કરવા ગયા હતા એથી તેમને પણ ફરીયાદમાં આરોપી તરીકે દશર્વિાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech