BREAKING NEWS

૧૨ સાયન્સના વિધાર્થીઓને પરિણામ પહેલા વધુ એક માર્કની લહાણી કરાઈ

  • April 13, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓને વધુ એક માર્કની લાહણીની જાહેરાત કરવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ અગાઉ અલગ અલગ બે વખત ચાર ચાર માર્કસની લાહણી વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓને કરી દેવામાં આવી છે અને આમ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થાય તે પહેલા જ સાયસં ફેકલ્ટીના વિધાર્થીઓને નવ માર્ક તો મળી ગયા છે.
બોર્ડ દ્રારા કરવામાં આવેલી જાહેરાત મુજબ ૨૯ માર્ચના રોજ લેવામાં આવેલી ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટના ગણિત રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. ૮ એપ્રિલના સાંજે છ વાગ્યા સુધી વાંધાઓ સ્વીકારવામાં આવ્યા હતા અને તેમાં એકમાત્ર રસાયણ વિજ્ઞાન વિષયના પેપરમાં એક પ્રશ્નમાં સુધારો થયો છે. આ સુધારાના કારણે પ્રત્યેક વિધાર્થીને વધુ એક એક માર્ક આપવાનું નક્કી કરાયું છે. જોકે ભૌતિક વિજ્ઞાન જીવ વિજ્ઞાન અને ગણિતની પ્રોવિઝનલ આન્સર કી માં કોઈ ફેરફાર થયો નથી. રસાયણ વિજ્ઞાનની આન્સર કી માં ફેરફાર કરીને આ ચારે ય વિષયની પ્રોવિઝનલ આન્સર કી ને હવે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગુજકેટના જુદા જુદા વિષયોના પેપર સેટ કરવામાં ભૂલના કારણે વિધાર્થીઓને ચાર માર્ક આપવામાં આવ્યા છે. આવી જ રીતે વિજ્ઞાન પ્રવાહના જુદા જુદા વિષયોની પરીક્ષામાં પણ પેપર સેટરની ભૂલના કારણે વિધાર્થીઓને વધારાના ચાર ચાર માર્ક મળ્યા છે. ગુજકેટની રસાયણ વિજ્ઞાનની આન્સર કી માં ભૂલ જણાતા વધુ એક એક માર્ક દરેક પરીક્ષાર્થીને આપવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News