એકની અટક: ખેત ઉત્પાદનની જણસોના વેચાણ-ખરીદીના સોદાઓમાં હાથ ખંખેરી લીધા : નાણાં ન ચુકવવા બોગસ ડોકયુમેન્ટ બનાવી વેપારીના બેંક ખાતામાં ખોટી પહોચો મોકલી
દિવસે દિવસે છેતરપીંડી-ઠગાઇના અવનવા કીમીયા અજમાવીને લોકોને શીશામાં ઉતારવામાં આવી રહયા છે, આ પ્રકારની ફરીયાદો છાસવારે ઉઠવા પામે છે, તાજેતરમાં જ જામનગરમાં બ્રાસના વેપારીઓ લાખોની છેતરપીંડીનો ભોગ બન્યાનો મામલો તાજો છે ત્યાં જામનગરના વધુ એક વેપારી સાથે કરોડોની છેતરપીંડીની મામલો પોલીસ મથકે પહોચ્યો છે. જામનગરના વેપારી સાથે જુદા જુદા સમયે ખેત ઉત્પાદનની જણસોના વેચાણ-ખરીદીના સોદાઓ કરીને બોગસ ડોકયુમેન્ટ, પહોંચ ખાતામાં મોકલીને જામનગરના વેપારી સાથે 11.18 કરોડની છેતરપીંડી કયર્નિી રાજકોટના જલારામ વિસ્તારમાં રહેતા 3 ભેજાબાઝો સામે વિધિવત પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા વેપારી વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે, ફરીયાદ અનુસંધાને પોલીસ દ્વારા તપાસ લંબાવવામાં આવી છે. આ પ્રકરણમાં એક આરોપીની પોલીસે અટક કરી છે અને બાકીના બે આરોપી પિતા-પુત્રની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના પારસ સોસાયટી બંગલા નં. બી-67 ખાતે રહેતા અને હાપા માર્કેટીંગ યાર્ડ રોડ, સેન્ટ્રલ વેરહાઉસ સામે પ્લોટ નં. 1/બી ખાતે વ્યવસાય કરતા મધુસુદન પ્રા. લિ. વાળા વેપારી હિરેનભાઇ વિજયભાઇ કોટેચાએ ગઇકાલે પંચ-બીમાં રાજકોટના જલારામ-2, ઇન્દીરા સર્કલ, મોહનકૃપા, આસ્થા બિલ્ડીંગની બાજુમાં રહેતા હેમત મોહન દાવડા અને રવિ હેમત દાવડા તથા રાજકોટ જલારામ-2, ઇન્દીરા સર્કલ પાસે, લવકુશ એપાર્ટમેન્ટ ફલેટ નં. 202 ખાતે રહેતા પલક કિરીટ પારેલ આ ત્રણેયની વિરુઘ્ધ આઇપીસી કલમ 465, 467, 468, 406, 420, 114 મુજબ ફરીયાદ નોંધાવ હતી.
હેમત અને રવિ દાવડાએ ફરીયાદી વેપારી હિરેનભાઇ સાથે અલગ અલગ સમયે ખેત ઉત્પાદનની જણસોના વેચાણ અને ખરીદીના સોદા કરેલ અને આ લે વેચના સોદાઓ દરમ્યાન ફરીયાદીને આજ સુધી આ બંને શખ્સો પાસેથી કુલ 11.18.28.463 પીયા લેવાના નીકળતા હોય જે પીયાની જામનગરના વેપારીએ વારંવાર આ બંને શખ્સો પાસે ઉઘરાણી કરતા હતા.
ફરીયાદી વેપારીની લેણી રકમ તેઓ ચુકવતા ન હોય અને અંતે આરોપી પલક પારેલે ફરીયાદીને વોટસએપમાં 5.28.26.071 પીયા આરટીજીએસથી જમા કરાવેલ છે. આવી ફરીયાદીને 3 પહોચ અને ખોટું બેંક સ્ટેટમેન્ટ મોકલ્યુ હતું. ત્રણેય શખ્સોએ ફરીયાદીની લેણી નીકળતી રકમ તેણે ન ચુકવવાના ઇરાદે વેપારી સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરી હતી.
ઠગાઇ કરવાના ઇરાદે ત્રણેય શખ્સોએ ખોટા ડોકયુમેન્ટ બનાવી અને ફરીયાદીના બેન્ક ખાતામાં નાણા મોકલ્યા અંગેની ખોટી પહોચ બનાવી ત્રણેય શખ્સોએ એકબીજાને મદદગારી કરી ફરીયાદી સાથે કુલ 11.18.28.463ની છેતરપીંડી-વિશ્ર્વાસઘાત કર્યો હતો.
ગત તા. 12-4-23થી આજ સુધીના સમયગાળા દરમ્યાન હાપા માર્કેટ યાર્ડ રોડ, સેન્ટ્રલ વેરહાઉસ સામેના ફરીયાદી વેપારીની ઓફીસ ખાતે બનાવ બન્યાનું ફરીયાદમાં જણાવવામાં આવ્યું છે, રાજકોટના પિતા-પુત્ર સહિત ત્રણેય શખ્સ સામે ગઇકાલે વિધિવત ફરીયાદ દાખલ થતા આ અંગેની તપાસ પંચ-બી ખાતેના પ્રો. આઇપીએસ અજયકુમાર મીણા તપાસ ચલાવી રહયા છે, કરોડોની છેતરપીંડીનો મામલો સામે આવતા યાર્ડના વેપારીઓ સહિતમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
આ ચકચારી પ્રકરણમાં પંચ બી પોલીસે તપાસ કરીને એક આરોપી પલક પારેલની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે જયારે અન્ય બે આરોપી પિતા પુત્ર રાજકોટ બેડી યાર્ડના સોમનાથ ટ્રેડીંગવાળાઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech