મોરબી જિલ્લામાં દારૂ વેચતા ૧૧ ઇસમો ઝડપાયા

  • April 13, 2023 01:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દા‚ના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે. જયાં મોરબી જિલ્લામાં દા‚ વેચતા ૧૧ ઇસમો ઝડપાયા છે.વાંકાનેરમાં ઓળ ગામના ચોરા પાસે રસ્તા પર આરોપી હર્ષદ ભનુભાઇ કેરવાળીયા ‚પિયા ૫૨૦ની કિંમતની વિદેશી દા‚ની એક બોટલ સાથે મોરબીમાં આરોપી વિરમભાઇ નરશીભાઇ મકવાણા વાવડી ચોકડી પાસે રૂપિયા ૫૦૦ની કિંમતની વિદેશી દારૂને એક બોટલ સાથે મળી આવ્યો હતો.


ટંકારામાં આરોપી ભાગ્યરાજસિંહ મોહનસિંહ ઝાલા લજાઇ ગામે ઝાલાપાટી પાસે રૂપિયા ૮૦૦ની કિંમતની વિદેશી દારૂની બે બોટલ સાથે હળવદમાં આરોપી અંકેશભાઇ ઉર્ફે અંકલો વિક્રમભાઇ ટીકર (રણ) ગામે રૂપિયા ૮૦ની કિંમતના ૪ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.મોરબીમાં આરોપી ભુપતભાઇ નાગજીભાઇ વિકાણી કંડલા બાયપાસ પાસે પાપાજી ફન વર્લ્ડ સામે રૂપિયા ૧૬૦ની કિંમતના ૮ લિટર દેશી દારૂ સાથે રઘુભા નવુભા ઝાલા શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ રૂપિયા ૧૪૦ની કિંમતના ૭ લિટર દેશી દારૂ સાથે તેમજ સોમીબેન મહેશભાઇ ઇંદરીયા જાંબુડીયા ગામ, બેલ લેમીનેશન સિરામીક પાસે રૂપિયા ૧૮૦ની કિંમતના ૯ લિટર દેશી દારૂ સાથે, રજુબેન ખીમજીભાઇ માથાસુરીયા રંગપર ગામની સીમ એલ.જી.એફ. સીરામીકના કારખાના પાસે રૂપિયા ૧૪૦ની કિંમતના ૭ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.મોરબીમાં આરોપી જયંતીભાઇ મનુભાઇ સોલંકી લીલાપર ગામ, રફાળેશ્ર્વર રોડ પર તીર્થક પેપર મીલની લેબર કોલોની પાસે રૂપિયા ૧૪૦ની કિંમતના ૭ લિટર દેશી દારૂ સાથે, રાહુલભાઇ ભાણજીભાઇ ચૌહાણ જાંબુડીયા ગામની સીમ રીધમ સીરામીક પાછળ રૂપિયા ૫૦૦ની કિંમતના ૨૫ લિટર દેશી દારૂ સાથે, હુશેનશા મહમદશા શાહમદાર પીપળી ગામની સીમ મનીષ કાંટાની સામેના ભાગે રૂપિયા ૨૪૦ની કિંમતના ૧૨ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application