લાલપુર-જામનગરમાં ૪ મહિલા સહિત ૭ જુગારીની અટકાયત

  • December 20, 2023 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શખ્સ ફરાર : બે દરોડામાં ૨૦ હજારની રોકડ મળી આવી

લાલપુરના શિશુ મંદિર નજીક જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ચાર મહિલાઓને ૧૦ હજારની મત્તા સાથે અટકાયત કરવામાં આવી હતી, જયારે જામનગરના ધરારનગર વિસ્તારમાં આવેલ વૈશાલીનગરમાં પાના ટીંચતા ૩ શખ્સ ૧૦ હજારની મત્તા સાથે ઝપટમાં આવ્યા હતા, જયારે ૩ નાશી છુટયા હતા.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જામનગર જિલ્લામાંથી દારુ-જુગારની પ્રવૃતી નાબુદ કરવા અસરકારક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હોય તેમજ ગ્રામ્ય ડીવીઝનના ઇન્ચાર્જ નાયબ પીઆઇ મહેન્દ્રસિંહ સોલંકી, સર્કલ પીઆઇ પી.એલ. વાઘેલાના માર્ગદર્શન મુજબ લાલપુર પોલીસ સ્ટેશના પીએસઆઇ એસ.પી. ગોહીલની સુચના મુજબ સ્ટાફના માણસો લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પો.કોન્સ સોમાભાઇ મોરીને મળેલ ખાનગી રાહે બાતમીના આધારે લાલપુર શિશુ મંદિર પાસે રહેતા ધર્મેશ જયસુખ રામોલીયાના રહેણાંક મકાનની સામે શેરીમાં જાહેરમાં રોડ પર અમુક ઇસમો ગોળ કુંડાળુ વાળી ગંજીપતાના પાના વડે તિનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા દરોડો પાડયો હતો,  રેઇડ દરમ્યાન ગાયત્રી સોસાયટીની મનિષાબેન ધર્મેશ રામોલીયા, પારેખબાગની હંસાબેન છગન ગોસ્વામી, પટેલ શેરીમાં રહેતી રેખાબેન પ્રકાશભાઇ વ્યાસ, ઉમીયા મંદિર પાસે રહેતી શિલ્પાબેન ભાવેશ કગથરાની અટકાયત કરી હતી, તેની પાસેથી ૧૦૩૩૦ રોકડા અને ગંજીપાના કબ્જે કર્યા હતા.
બીજા દરોડામાં જામનગરના વૈશાલીનગર શેરી નં. ૪માં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા વૈશાલીનગરના દિનેશ કાનજી બગડા, અશોક ચના મુછડીયા, બાબુ રામજી પરમારને સીટી-બી પોલીસે દરોડા દરમ્યાન રોકડા ૧૦૩૨૦ અને ગંજીપતા સાથે પકડી લીધા હતા, જયારે વૈશાલીનગરના રાકેશ પરમાર, કાળુ વાઘેલા, ધરારનગરનો હુશેન ગંઢાર નામના શખ્સો નાશી છુટયા હતા.
***
સલાયા અને વરવાળામાં જુગાર રમતા ૧૧ શખ્સો ઝડપાયા
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા બંદરો રોડ ઉપર બેસીને રાત્રિના સમયે ગંજીપત્તા વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા આસિફ ગની ભાયા, ફિરોજ ઈબ્રાહીમ સંઘાર, સિરાજ ગની ભાયા, ફૈયાઝ અકબર સંઘાર અને ઇસ્માઈલ અલી સંઘાર નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા ૧૦,૨૭૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમ્યાન યાસીન રજાક બારોયા નામનો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું જાહેર થયું છે. આ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધાયો છે.
દ્વારકાથી આશરે સાત કિલોમીટર દૂર વરવાળા ગામે એક દરગાહ પાસે ગત સાંજે શહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા તુલસી મંગાભાઈ વિકમા, મંગાભાઈ માયાભાઈ, લગધીર વીરાભાઈ, હરદાસ માયાભાઈ, દેવાયત નાજાભાઈ અને કચરાભા નયાણી નામના છ શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂપિયા ૧૨,૨૩૦ નો મુદામાલ કબજે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application